બાંગ્લાદેશમાં હિન્દુઑ પરના હુમલા મુદ્દે સંઘ પરિવારે શું કહ્યું ? વાંચો
સંઘ પરિવારના સરકાર્યવાહ દત્તાત્રેયનું નિવેદન: બાંગ્લા સરકારે તત્કાળ હુમલા બંધ કરાવવા જોઈએ; મંદિરો પર હુમલા થઈ રહ્યા છે
બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુઓ પર હુમલાનો સિલસિલો યથાવત છે. હવે હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ એક નિવેદનમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુઑની રક્ષા માટે ભારતે વૈશ્વિક પ્રયાસ શરૂ કરવા જોઈએ.હોસાબલેએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ. ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયી જેલમાંથી મુક્ત કરવા જોઈએ. આ પ્રકારીની હિંસા સ્વીકાર્ય જ નથી.
રાષ્ટ્રવાદીઓ પર હુમલા શા માટે ?
દત્તાત્રેય હોસબોલેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલા, હત્યા, લૂંટફાટ, આગચંપી અને અમાનવીય અત્યાચાર અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. વર્તમાન બાંગ્લાદેશ તેને રોકવાને બદલે રાષ્ટ્રવાદીઓ પર હુમલો કરે છે. સરકાર અને અન્ય એજન્સીઓ માત્ર મૂક પ્રેક્ષક બની ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશના હિંદુઓ પોતાના સ્વબચાવ માટે લોકતાંત્રિક માધ્યમથી ઉઠાવેલા અવાજને દબાવવા માટે અન્યાય અને અત્યાચારનો નવો યુગ ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિંદુઓનું નેતૃત્વ કરી રહેલા ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસ , બાંગ્લાદેશ સરકાર માટે તેને જેલમાં મોકલવો અન્યાયી છે.
કેન્દ્ર સક્રિય રહે તે જરૂરી
તેમણે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને ચિન્મય કૃષ્ણ દાસને મુક્ત કરવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તે રોકવાના પ્રયાસો ચાલુ રાખે.” બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં લેવા.