પન્નુની શેખી: સંસદ ભવનઉપર હુમલો કરવાની ધમકી
અમેરિકા બેઠા વિડિયો જારી કર્યો
શીખ ફોર જસ્ટીસ્ટ સંગઠનના વડા ગુરુપત્વાન સિંઘ
પન્નુ એ 13મી ડિસેમ્બર અથવા તેના પહેલા ભારતના સંસદ ભુવન ઉપર હુમલો કરવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે વર્ષ 2001 માં સંસદ ભવન ઉપર થયેલા હુમલાની 23મી વરસી છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે અને 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું છે ત્યારે આ ધમકીને પગલે સંસદ ભવનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
પન્નુ એ ‘ દિલ્હી બનેગા ખાલીસ્તાન ‘ લખેલા સૂત્ર અને 2001 માં સંસદ ભવન પરના હુમલા બદલ ફાંસીને માંચડે લટકાવી દેવાયેલા અફઝલ ગુરુની તસવીર સાથેનું પોસ્ટર પણ વીડિયોમાં સામેલ કર્યું હતું. તેણે કહ્યું કે મારી હત્યા કરવાનું ભારતનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે અને હવે તેનો બદલો લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુરુપ્તવાન દ્વારા આ અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડ કપના મેચમાં બોમ્બ ધડાકા કરવાની ધમકી પણ તેણે ઉચ્ચારી હતી અને 19 મી ડિસેમ્બરે ભારતના વિમાનનું હાઇજેક કરવાની ધમકી આપતો વિડિયો પણ તેણે જારી કર્યો હતો.
ગુરૂપત્વાન ને અમેરિકા આતંકવાદી નથી માનતું!
કથિતપણે આતંકવાદી પન્નુની હત્યાના ષડયંત્ર બદલ અમેરિકાએ ભારતના એક નાગરિકની ધરપકડ કરી છે. એ કેસમાં રજૂ કરેલા ચાર્જશીટમાં પોલીસે ગુરૂપત્વાનને આતંકવાદી માનવાનો ઇનકાર કર્યો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે અમેરિકાની ભૂમિ ઉપરથી તે ભારતના સંસદ ભવન ઉપર હુમલો કરવાની ધમકી આપતો વિડિયો જારી કરે એ ગુનો અને આતંકવાદી પ્રવૃત્તિ કહેવાય કે નહીં?