શું તમે પણ વાળમાં લગાવો છો વધુ પડતું તેલ ?? તો થઈ શકે છે આ 5 નુકસાન, જાણો Hair Care Tips
બાળપણથી આપણાં ઘરના વૃધ્ધો બાળકોને કહેતા હોય છે કે વાળમાં તેલ લગાવથી જ વાળ ખરવાની સમસ્યા થતી નાથી તેમજ તેલ લગાવવાથી જ વાળનો ગ્રોથ સારો રહે છે ત્યારે શું તમને ખબર છે કે વધુ પડતું તેલ વાળમાં લગાવવાથી વાળમાં નુકસાન પણ થઈ શકે છે. આજકાલ લોકો વાળમાં તેલ લગાવવાનું પણ ટાળે છે. તેઓ માને છે કે વાળમાં વધુ પડતું તેલ લગાવવાથી ઘણા નુકસાન થાય છે. આનું કારણ એ છે કે, પ્રથમ, આજકાલ તમને કેમિકલ મુક્ત વાળનું તેલ મળતું નથી અને બીજું કારણ છે સતત વધતું પ્રદૂષણ. સતત વધી રહેલા પ્રદૂષણ વચ્ચે,
જો તમે દરરોજ તમારા વાળમાં ઘણું તેલ લગાવો છો, તો તે તમારા વાળ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેના વિશે તમારે પણ જાગૃત રહેવું જોઈએ. આજે અમે તમને આ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ લેખમાં અમે તમને વધુ પડતું તેલ લગાવવાના 5 મુખ્ય નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
માથાની ચામડી પર તેલ એકઠું થશે
ઘણીવાર લોકો વાળમાં દરરોજ તેલ લગાવે છે. વધુ પડતું તેલ લગાવવાથી માથાની ચામડી વધુ પડતી તૈલી બની જાય છે, જેનાથી વાળ ચીકણા અને ભારે લાગે છે. જેના કારણે વાળ નબળા થવા લાગે છે.
માથાના છિદ્રોને બંધ કરી શકે છે
જો તમે તમારા વાળ પર વધુ પડતા તેલનો ઉપયોગ કરો છો, તો તે તમારા માથાના છિદ્રોને બંધ કરી શકે છે, જે વાળના વિકાસને અવરોધે છે અને ડેન્ડ્રફનું કારણ બની શકે છે.
વાળમાં ધૂળ અને ગંદકી ઝડપથી ચોંટી જાય
વધુ પડતું તેલ લગાવવાથી વાળમાં ધૂળ અને ગંદકી ઝડપથી ચોંટી જાય છે, જેનાથી વાળમાં ઈન્ફેક્શન અને ખંજવાળ આવી શકે છે. ખંજવાળની સમસ્યાને કારણે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વાળ ખરવા લાગે
વધુ પડતું તેલ લગાવવાથી વાળના મૂળનું વજન વધી શકે છે, જેના કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. ઘણી વખત એવું બને છે કે વાળમાં વધારે તેલ જમા થવા લાગે છે અને તેનાથી વાળ નબળા પડી જાય છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.
ફંગલ ઇન્ફેકશનનું જોખમ
વધુ પડતું તેલ અને ગંદકીનું મિશ્રણ માથાની ચામડી પર ફંગલ ઇન્ફેકશનનું જોખમ વધારી શકે છે, વાળ અને માથાની ચામડીના સ્વાસ્થ્યને અસર કરે છે.
નોંધ : આ સલાહ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.