નશામાં ધૂત કાર ચાલકે હોટેલ પર ચા પિતા વૃદ્ધનો પગ કચડી નાખ્યો
પડધરીમાં હોટલ પર ચા પિતા વૃધ્ધના પગ પર નશામાં ધૂત થારના ચાલકે કાર ચડાવી પગ કચડી નાંખ્યો હતો અને બાદમાં થારના ચાલક મૌલિક ઉર્ફે મોલિયાએ વૃદ્ધ સાથે ઝગડો કરી તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા પડધરી પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ પડધરીના આંબેડકનગરમાં રહેતાં રામજીભાઈ વસ્તાભાઈ ચાવડા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મૌલિક ઉર્ફે મોલિયો કાળુ વાઢેર (રહે. રાજપૂત વાસ, પડધરી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સાડા પાંચેક વાગ્યાની આસપાસ બાઇકમાં રવેચી હોટલ ખાતે ચા-પીવા માટે ગયા હતા.અને ત્યાં ઊભા હતા ત્યારે કાળા કલરની એક કાર આવી હતી.અને કારના ચાલકે તેમના પગ પર કાર ચડાવી દીધી હતી.જેથી તેઓએ કારના ચાલકે જોઈને કાર ચલાવવાનું કહેતા આરોપી મૌલિક ઉર્ફે મોલિયો ઉશ્કેરાયો હતો.અને વૃદ્ધ સાથે ઝપાઝપી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જેમાં આરોપી દારૂ ઢીંચીને કાર ચલાવ્યાનું ખૂલ્યું હતું.