અમેરિકાના બે ટોચના મંત્રી ક્યારે આવે છે ભારત જુઓ..
યુદ્ધ ઉપરાંત અનેક મહત્વની બાબતો પર થઈ શકે છે વિસ્તૃત ચર્ચા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બલિન્કન અને સંરક્ષણ મંત્રી ઓસ્ટિન શુક્રવારે તા.10મીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રતિનિધિ મંડળો સાથે આવી રહેલા અમેરિકાના આ કાફલા સાથે ભારતીય મંત્રીઓની મહત્વની બેઠક યોજાવાની છે.
યુદ્ધની ચર્ચા ઉપરાંત બન્ને દેશો વચ્ચે ટુ પ્લસ ટુ ફ્રેમ વર્ક હેઠળ પાંચમી બેઠક થવાની છે. જોકે યુદ્ધ વચ્ચે મહત્વના બે મંત્રીઓને અમીરીકી પ્રમુખ બાયડન ભારત મોકલી રહ્યા છે ત્યારે તેનો મોટો ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે. યુદ્ધ વચ્ચે પશ્ચિમ એશિયાની હાલત જોઈને અમેરિકા સંઘર્ષ રોકવા માટે સતત પ્રયત્નશીલ દેખાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં બન્ને દેશો આ મુદ્દાને લઈને મહત્વની ચર્ચા પણ કરી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ક્વાડ ગઠબંધનના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ અને વિદેશ મંત્રી જયશંકર પોતપોતાના અમીરીકી સમકાલીનો સાથે અલગ-અલગ બેઠક પણ કરી શકે છે. અમીરીકી વિદેશ મંત્રી ભારતની મુલાકાત બાદ ઇઝરાયલ, ઓમાન, તુર્કી અને જાપાન સહિતના દેશોની પણ મુલાકાત લેવાના છે.