દુનિયાને નુકસાન થાય તેવું કયું કામ કરવા જઈ રહ્યું છેઃ ચીન ? વાંચો
ચીને વિશ્વના સૌથી મોટા હાઇડ્રોપાવર ડેમના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ચીન તિબેટના ઉચ્ચપ્રદેશના પૂર્વ ભાગમાં પોતાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. તેનાથી ભારત અને બાંગ્લાદેશના લાખો લોકોને અસર થઈ શકે છે.
આ ડેમ બનાવવા માટે 34.83 બિલિયન ડોલર (લગભગ 3000 અબજ રૂપિયા)નો ખર્ચ થશે, જેમાં ડેમના કારણે વિસ્થાપિત થયેલા 14 લાખ લોકોના પુનર્વસનનો પણ સમાવેશ થાય છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી જણાવ્યું નથી કે તિબેટમાં આ પ્રોજેક્ટથી કેટલા લોકો વિસ્થાપિત થશે.
220માં પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઈના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યાર્લુંગ ઝાંગબો નદીના નીચલા સ્તર પર બનાવવામાં આવી રહેલા આ ડેમમાં વાર્ષિક 300 અબજ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે.
હાલમાં, વિશ્વનો સૌથી મોટો થ્રી ગોર્જ ડેમ, જે મધ્ય ચીનમાં બનેલો છે, તેની ક્ષમતા 88.2 બિલિયન કિલોવોટ છે, એટલે કે ચીનના નવા ડેમની ક્ષમતા આના કરતાં 3 ગણી વધુ હશે.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ ચીનના મુખ્ય ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ચીનના કાર્બન પીકિંગ અને કાર્બન ન્યુટ્રાલિટી ટાર્ગેટને પહોંચી વળવામાં તેમજ એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં અને તિબેટમાં નોકરીની તકો ઊભી કરવામાં મદદ કરશે.