ચીનને શું લાગ્યો ફટકો ? વાંચો
કઈ યાદીમાં ખરાબ હાલત થઈ ?
બુધવારે ફોર્બ્સની દુનિયાના અબજોપતિઓની યાદી બહાર આવી હતી અને તેમાંથી 189 લોકો યાદીમાંથી બહાર થઈ ગયા હતા. જો કે તેમાં સૌથી વધુ સંખ્યા ચીનની રહી છે. ચીનની હાલત ખરાબ થઈ રહી છે તે હકીકતનો સંકેત ફરીવાર બહાર આવ્યો છે.
આ યાદીમાંથી ચીનના 133 લોકો એટલે કે અબજોપતિઓ બહાર થઈ ગયા હતા અને અબજોપતિ તરીકેનો દરજ્જો ગુમાવી દીધો હતો. ચીનના અર્થતંત્રમાં ભારે પછડાટ લાગી છે અને ત્યાં લોકો બીજા દેશોમાં જઈને બિઝનેસ કરી રહ્યા છે અને ચીન છોડી રહ્યા છે.
ચીનમાં આર્થિક વિકાસ ખૂબ જ ધીમો પડી ગયો છે. પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવી છે તો બીજી બાજુ વિદેશી રોકાણમાં મોટો ઘટાડો થયો છે. બીજા પણ અનેક પડકારો વચ્ચે ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ચીનમાં હાલત ખરાબ થવાના સંકેત બહાર આવ્યા છે.
આ યાદીમાંથી અમેરિકાના ફક્ત 8 લોકો બહાર થયા છે અને જાપાનના 6 લોકો બહાર થયા છે અને રશિયાના 5 લોકો યાદીમાંથી બહાર થયા છે. પરંતુ સૌથી વધુ ફટકો ચીનને લાગ્યો છે.