ભારત વિષે કેનેડાની સરકારે અંતે કઈ વાતનો સ્વીકાર કરી લીધો ? જુઓ
ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપનાર આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત દેશ બની ગયો છે. આ વાતનો ખુદ કેનેડાએ અંતે સ્વીકાર કર્યો છે. હકીકતમાં કેનેડા સરકાર તરફથી દેશમાં વિદેશી હસ્તક્ષેપ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. આ આયોગે સાત વોલ્યુમનો રિપોર્ટ કેનેડા સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલી આ કમિટીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. કેનેડાએ માન્યું કે, તેમના દેશ તરફથી ભારત સામે ન ફક્ત આતંકવાદને ફેલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આતંકવાદીઓને ફન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
કેનેડાની સરકારને સોંપાયેલા અહેવાલના પેજ નુંબર ૯૮ ના એ પર ભારત સાથે જોડાયેલી જાણકારી અપાઈ છે . એવો ઉલ્લેખ કરાયો છે કે કેનેડાની ગુપ્તચર એજન્સી સીએસઆઇએસથી ખબર પડી છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને લઈને ભારતની ચિંતા વ્યાજબી છે .
કેટલાક આતંકીઓ કેનેડાથી ભારતમાં આતંકવાદની ઘટનાઓનું સંચાલન કરી રહ્યા છે . એ જ રીતે કેનેડામાં કેટલાક એવા આતંકીઓ પણ છે જે ભારતમાં આતંક ફેલાવવા માટે મોટા પાયે ફંડિંગ કરે છે. કમિશને અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે કેનેડાના પાક્કા પુરાવા મળ્યા બાદ ભારત સાથે મળીને કામ કરવામાં વ્યૂ છે .
અહેવાલમાં જણાવ્યા મુજબ અમુક ખાલિસ્તાની આતંકવાદી કેનેડામાં બેસીને ભારત સામે કાવતરૂં ઘડી રહ્યાં છે. આ કમિશને ૧૬ મહિના સુધી આ બારામાં ઊંડી તપાસ કરી હતી. અનેક નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ પાસેથી વાત કરીને નિવેદનો લેવાયા હતા.