ચીને ફરી શું કરી ઉશ્કેરણી ? ભારત વિષે શું કહ્યું ? જુઓ
ચીન ભારત સામે ખોટા ઘૂરકિયા કરવાનું ચાલુ જ રાખે છે. વડાપ્રધાન મોદી રશિયા જઈ આવ્યા બાદ ચીનની બળતરા વધી ગઈ છે અને ફરી તેણે ભારત વિરુધ્ધ ઝેર ઓકયું છે. ચીન ક્યારેય સુધરશે નહીં. તે ભલે મીઠી-મીઠી વાતો કરે પરંતુ તેના મનમાં ઝેર સિવાય કંઈ નથી. ભારત પોતાની સરહદ પર વિકાસ કામ કરી રહ્યું છે પરંતુ ચીનને મરચાં લાગી રહ્યાં છે. ચીને ફરીથી ભારતની સરહદે પોતાનો હક વ્યક્ત કર્યો છે. ચીને ઝેર ઓંકતા કહ્યું કે ભારતને અરુણાચલ પ્રદેશમાં સરહદ પર કોઈ વિકાસ કાર્ય કરવાનો હક નથી. આ રીતે ફરીવાર ભારતની ઉશ્કેરણી કરાઇ હતી. જો કે ભારત પોતાના વલણમાં અડગ અને મક્કમ છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતને તે વિસ્તારમાં વિકાસ કાર્ય કરવાનો કોઈ હક નથી, જેને ચીન દક્ષિણ તિબ્બત કહે છે. ભારતના સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં જળવિદ્યુત પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવાની ભારતની યોજનાનો ઉલ્લેખ છે. ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સાઉથ તિબ્બત ચીનનો વિસ્તાર છે.
ખોટું બોલતાં ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, ભારતને ત્યાં વિકાસ કાર્ય કરવાનો કોઈ અધિકાર નથી અને ચીની વિસ્તારમાં ભારત જે અરુણાચલ પ્રદેશને પોતાનો જણાવે છે, તેની સ્થાપના ગેરકાયદે અને અમાન્ય છે. ભારત ઉત્તર પૂર્વ હિમાલયી રાજ્યમાં 12 જળવિદ્યુત સ્ટેશનોના નિર્માણમાં ઝડપ લાવવા માટે એક અબજ ડોલર ખર્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે.
ભારતની સાફ વાત
આ વાત સમગ્ર દુનિયા જાણે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હતો અને હંમેશા રહેશે. ચીનનું કહેવું છે કે આ દક્ષિણ તિબ્બતનો ભાગ છે અને તેણે ત્યાં ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર વાંધો વ્યક્ત કર્યો છે જ્યારે હકીકત એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીન વારંવાર ઝેર ઓંકતું રહ્યું છે. ભારત સ્પષ્ટ રીતે કહી ચૂક્યું છે કે ચીનનો આ પ્રયત્ન બેકાર છે.