જાપાનમાં ‘શાનશાન’ વાવાઝોડાએ વિનાશ વેર્યો
જાપાનમાં ફૂંકાયેલા ‘શાનશાન’ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે અને પાંચ લોકોના મોત થયા છે. જયારે સેંકડો ઘાયલ થયા છે. આ વાવાઝોડાને લીધે 252 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે અને તેને કારણે ભારે ખાનાખરાબી થઇ હોવાના અહેવાલ છે. અંદાજે અઢી લાખથી વધુ ઘરોની વીજ કાપી કાઢવામાં આવી હતી આ સાથે કેટલાય થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. આ વાવાઝોડાથી 10 લાખ લોકો પ્રભાવિત થયા હતા.
જાપાનના પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું. હવામાન અધિકારીઓએ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોને બચવાની ચેતવણી આપી છે.વાવાઝોડાની તીવ્રતાનું પ્રમાણ જોતાં 219 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે. રાજધાની ટોકયો સુધી રેલ, બુલેટ ટ્રેન અને પોસ્ટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.