દિલ્હીમાં ભારે વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા
દિલ્હીમાં બુધવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે રાજધાની શહેરના ઘણા ભાગોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. હવામાન વિભાગ અનુસાર, લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે. સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 100 ટકા હતું. ગુરુવારે પણ ભારે વરસાદ રહ્યો હતો. શુક્રવારે આજે પણ ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં 77.1 મીમી
સફદરજંગ વેધશાળામાં ગુરુવારે સવારે 8:30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 77.1 મિમી વરસાદ નોંધાયો હતો. લોધી રોડ વેધશાળામાં 92.2 મીમી વરસાદ નોંધાયો હતો. રીજ વિસ્તારમાં 18.2 મીમી, પાલમમાં 54.5 મીમી અને આયાનગરમાં 62.4 મીમી વરસાદ નોંધાયો હતો, એમ આઈએમડીએ જણાવ્યું હતું.
દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી, કેટલાક રસ્તાઓ પર જવાનું ટાળવા કહ્યું હતું. ગુરુવારે પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.