વડા પ્રધાન મોદીએ બ્રિક્સના મંચ પર બતાવ્યું તિરંગાનું માન કેવી રીતે જાળવવું
તિરંગાનું માન કેવી રીતે જાળવવું જોઈએ તેની શિક્ષા આમ તો વારંવાર આપવામાં આવે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આન બાન અને શાન સમાન તિરંગાની ઇજ્જત કરીને દેશ વિદેશ વાસીઓને જ્ઞાન અને પ્રેરણા આપ્યા છે. વડા પ્રધાન હંમેશા પોતે અમલ કરીને બીજાને શિખામણ આપે છે અને એજ તેમની વિશેષતા છે.
બ્રિક્સ સંમેલનમાં ફોટો સેશન માટે જ્યારે વડા પ્રધાન આફ્રિકાના પ્રમુખ સાથે મંચ પર પહોંચ્યા હતા ત્યારે એક તિરંગો મંચ પર પડ્યો હતો અને આ સમયે વડા પ્રધાને સંપૂર્ણ રીતે નીચે ઝૂકીને તે તિરંગો ઉપાડી લીધો હતો અને પોતાના જેકેટના ખિસ્સામાં રાખીને તેનું માન અને ઇજ્જત જાળવ્યા હતા. એમને જોઈને આફ્રિકાના પ્રમુખે પણ નીચે પડેલા પોતાના દેશના ઝંડાને ઉઠાવી લીધો હતો અને પોતાના સ્ટાફને સોંપી દીધો હતો. જ્યારે વડા પ્રધાન મોદીને એક અધિકારી તિરંગો લેવાનો આગ્રહ કર્યો ત્યારે વડા પ્રધાને સવિનય ઇનકાર કરી દીધો હતો.