ઇંગ્લેન્ડમાં બાળકોના ડાન્સ ક્લાસમાં છુરાબાજી: 2 ભૂલકાંના મોત,9 ઘાયલ
17 વર્ષના યુવાને આડેધડ ઘા ઝીંક્યા માસુમો લોહી લુવાણ હાલતમાં ઢળી પડ્યા
ઉતર પશ્ચિમ ઇંગ્લેન્ડમાં લિવરપૂલ શહેર નજીક દરિયાકાંઠે આવેલા સાઉથપોર્ટ નામના ગામમાં બાળકો માટેના ડાન્સ અને યોગાના કાર્યક્રમમાં ઘૂસી જઈ 17 વર્ષના એક યુવાને આડેધડ છુરાબાજી કરતા બે બાળકોના કરુણ મૃત્યુ થયા હતા અને અન્ય નવ ભૂલકાઓ ઘાયલ થયા હતા.ઘાયલો એના આઠ બાળકોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સાઉથ પોર્ટના કોમ્યુનિટી સેન્ટરમાં 6 થી 11 વર્ષના બાળકો માટે ડાન્સ,યોગા અને અન્ય રમતોનું આયોજન થયું હતું.એ દરમિયાન ત્યાં ધસી આવેલા હુમલાખોરે બાળકો ઉપર છુરાબાજી શરૂ કરતાં ભારે ભય અને દહેશતનો માહોલ છવાયો હતો.નજરે જોનાર એક વ્યક્તિના જણાવ્યા મુજબ હુમલાખોરે બાળકોના ગળા,પીઠ અને છાતી ઉપર ઘા કરતાં બાળકો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.આ ઘટના સમયે લુકાસ નામની 35 વર્ષની મહિલા યોગા ટીચરે ભારે હિંમત દાખવી હુમલાખોરનો સામનો કરી વધુ જાનહાનિ અટકાવી હતિમબાદમાં દોડી ગયેલી પોલીસે આ ગામથી પાંચ માઈલ દૂર રહેતા 17 વર્ષના હુમલાખોર ને ઝડપી લીધો હતી.પોલીસે ઘટનાઆતંકવાદી બનાવ ન હોવાનું જણાવ્યું હતું. આ ભયંકર ઘટના ને પગલે સમગ્ર બની ગયું હતું અને મેયર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત હજારો લોકોએ પુષ્પોવડે તથા મીણબત્તીઓ પ્રગટાવી મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.