અફઘાન સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસી તબાહી મચાવી
હવાઈ હુમલો; આતંકી સંગઠન ISIS-Kના ઠેકાણા નષ્ટ; સંખ્યાબંધ આતંકીઓનો ઢાળિયો; આસીમ મુનિરને આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચતા સ્થિતિ ભારે તણાવપૂર્ણ બની ગઈ છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દાવો કરતા જણાવ્યું છે કે, તેણે પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને આતંકી સંગઠન ISIS-Kના ઠેકાણાઓ પર એક મોટી એરસ્ટ્રાઇક કરી છે. તાલિબાનના મતે, પાકિસ્તાન સ્થિત આ ઠેકાણાઓ પરથી અફઘાનિસ્તાનના નાગરિકો પર હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. અનેક આતંકીઓને ઢાળી દેવાયા છે અને ઠેકાણાનો નાશ કર્યો છે.
પાકિસ્તાન દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ તાલિબાને આ જવાબી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકના સૈન્ય વડા આસીમ મુનિરને મોટો ફટકો પડ્યો છે અને તેને પડકાર ફેકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ થી ૭ જુલાઈ સુધી ચાલશે ઝુંબેશ
આ મોટી સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ્સમાં પણ આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી છે. તાલિબાનના ડ્રોન વિમાનોએ સીધા એ જ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાં ISIS-Kના આતંકીઓ છુપાયેલા હતા.
આ ઓપરેશન દરમિયાન ખૈબર પખ્તુનખ્વાના સરાન વિસ્તારમાં આવેલી એક સ્કૂલ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે આતંકીઓ તેનો ઉપયોગ પોતાના ગુપ્ત ઠેકાણા તરીકે કરી રહ્યા હતા. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.
