અમેરિકામાં દુષકર્મી – હત્યારાને ઝેરિ ઇન્જેક્શન વડે મારી નખાયો
18 વર્ષના યુવાનની હત્યા કરી બાદમાં તેની બેન પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં કોલેજના એક વિદ્યાર્થીની હત્યા અને તેની બહેન પર બળાત્કાર ગુજારવાના દોષિતને ગુરુવારે ઝેરી ઈંજકશન વડે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ લોરેન કોલ ( ઉ.વર્ષ 57 )એ 1994 ના ફેબ્રુઆરી મહિનામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના 18 વર્ષના વિદ્યાર્થિની હત્યા કરી હતી.એ હતભાગી યુવાન તેની બહેન સાથે ઓકાલા નેશનલ ફોરેસ્ટની પિકનિક પર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.હત્યારાએ બાદમાં તેની મોટી બહેન ઉપર દુષ્કર્મ આચરી એક વૃક્ષ સાથે બાંધી દીધી હતી.જો કે ગમે તેમ કરીને એ યુવતી ભાગી છૂટતાં બચી ગઈ હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ ઘટનામાં 1995માં અદાલતે લોરેન કોલેને મૃત્યુ દંડની અને તેના સાથી વિલિયમ પોલ ને અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી.લોરેને પોતે પાર્કિંનસનની બીમારીથી પીડાતો હોવાની અને ઝેરી ઇન્જેક્શનને કારણે બિનજરૂરી પીડાનો ભોગ બનવાની દલીલ સાથે સજાને પડકારી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે એ અરજી ઉપર કોઈપણ જાતની ટિપ્પણી કર્યા વગર મૃત્યુ દંડની સજા યથાવત રાખી હતી. બાદમાં ફ્લોરિડા રાજ્યની રૈફર્ડ ખાતેની જેલમાં સાંજે 6.15 વાગ્યે ઝેરી ઇન્જેક્શન આપી તેને મારી નાખવામાં આવ્યો હતો. અમેરિકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 13 લોકો સામે આ રીતે મૃત્યુદંડ ની સજાનો અમલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અમેરિકાના 23 રાજ્યોમાં મૃત્યુદર ની સજા રદ કરવા માં આવી છે.જો કે ફ્લોરિડા રાજ્યમાં મૃત્યુ દંડની સજા લની જોગવાઈ કાયમ હોવાને કારણે આ હત્યારા ને તેના પાપની સજા આપવાનું શક્ય બન્યું હતું