હૌથી આતંકીઓના બે મિસાઈલ અમેરિકી યુદ્વ જહાજે તોડી પાડયા
- રાતા સમુદ્રમાં આતંકી હુમલાની 23મી ઘટના
- મરચન્ટ શિપ પર હુમલા બાદ વળતી કાર્યવાહી
યમનમાંથી ઈરાનનો ટેકો ધરાવતા હૌથી આતંકવાદીઓ દ્વારા એક મર્ચન્ટ શિપ ઉપર ફેકવામાં આવેલા બે મિસાઈલને અમેરિકન નેવીના ડિસ્ટ્રોયરે તોડી પાડ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર સિંગાપોર નો ધ્વજ ધરાવતા ડેન્માર્કના મેરસ્ક હેંગઝોઉં નામના રશિયા જઈ રહેલા જહાજ ઉપર હૌથી આતંકવાદીઓએ મિસાઈલ દ્વારા એટેક કર્યો હતો. એ જહાજે કરેલી મદદ ના પ્રતિભાવ રૂપે યુએસએસ ગ્રેવલેય અને યુએસએસ લાબુન નામના યુદ્ધ જહાજો ઘટના સ્થળ નજીક ધસી ગયાં હતા અને આતંકવાદીઓએ છોડેલી બે એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલસને નિશાન પર ત્રાટકે તે તે પહેલા જ અધવચ્ચે તોડી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના વિરોધમાં હૌથી આતંકવાદીઓ દરિયાઈ વ્યાપાર માર્ગો પર વ્યાપારિક જહાજો પર હુમલા કરી રહ્યા છે. રાતા સમુદ્રમાં 19મી નવેમ્બર સુધીમાં હૌથી આતંકવાદીઓ દ્વારા આ 23 મો હુમલો હતો.વિશ્વનો 12 ટકા દરિયાઈ વ્યાપાર જે રૂટ ઉપરથી થાય છે ત્યાં જ આતંકવાદીઓના વધતા જતા હુમલાને કારણે ભારે અસલામતી નું વાતાવરણ સર્જાયું છે.અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે આ અગાઉ ભારત આવી રહેલા બે જહાજો પણ આતંકી હુમલા નો ભોગ બન્યા હતા તેમાંથી એક ઘટના ભારતીય જળસીમામાં બની હતી. કે પછી ભારતે અરબી મહાસાગરમાં પાંચ યુદ્ધ જહાજો પેટ્રોલિંગ માટે તેના કરી દીધા હતા.