જો યુધ્ધ થાય તો શું થશે ? જુઓ
ઈરાન- ઇઝરાયલ વચ્ચે યુધ્ધ થાય તો પેટ્રોલ ડિઝલના ભાવ બેકાબૂ બનશે
નિષ્ણાતોની ચિંતા: સોમવાર સુધી ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 90.17 ડોલર હતો જે વધીને 130 ડોલર સુધી જવાનો ભય, મોંઘવારી ભડકશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લડાઈ થઈ છે. ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન હુમલા કર્યા છે. બીજી તરફ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે જવાબી કાર્યવાહી માટે વાતચીત ચાલી રહી છે. આ સ્થિતિમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધી શકે છે. અત્યારે પણ ભાવ સપાટી 6 માસના સૌથી હાઇ લેવલ પર છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધુ ભડકી શકે છે અને મોંઘવારી જલદ બનવાનો ભય છે.
જો નિષ્ણાતોનું માનીએ તો કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 130 ડોલરને પાર કરી શકે છે. અત્યારે 100 ડોલર તરફ ભાવ સરકી રહ્યા છે. જો આમ થશે તો તેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડી શકે છે. અત્યારે ક્રૂડનો ભાવ 6 માસની હાઈએસ્ટ સપાટી પર છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો પૂરો ખતરો છે.
ખાસ કરીને આયાત ઉપર નિર્ભર ભારત જેવા દેશોમાં તરત જ રિટેલ ભાવ સપાટી બેકાબૂ બને છે અને ભવિષ્યમાં આવું અનેક વાર બન્યું છે. જો યુધ્ધ ફાટી નીકળે તો અનેક દેશોની હાલત ખરાબ થઈ શકે છે અને પેટ્રોલ ડિઝલના ભાવ આકાશે જઈ શકે છે. જો આમ થાય તો મોંઘવારી વધુ જલદ બની શકે છે
સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 90.17 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. તે જ સમયે અમેરિકન ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $ 85.28 ના લેવલ પર છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે. નિષ્ણાતોએ એવો ભય પણ દર્શાવ્યો છે કે ક્રૂડનો ભાવ વધીને 130 ડોલર સુધી પણ જઈ શકે છે.