સફેદ વાળને શોધી-શોધીને તોડવાની ભૂલ ક્યારેય ના કરશો
પહેલાના જમાનામાં સફેદ વાળ થવા એ વૃદ્ધાવસ્થાનો સંકેત માનવામાં આવતો હતું, પરંતુ આજના સમયમાં 30 વર્ષની ઉંમર પહેલા જ સફેદ વાળ આવવા લાગે છે. જ્યારે પહેલીવાર આવું થાય છે, ત્યારે યુવાનો ટેન્શનમાં આવી જાય છે અને વહેલી તકે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગે છે. આવી સ્થિતિમાં યુવાનો આત્મવિશ્વાસ ઓછો અને શરમ વધુ અનુભવે છે. જ્યારે પણ આપણે આપણા માથા પર સફેદ વાળ જોઈએ છીએ, ત્યારે આપણે તેને તોડીને ફેંકી દઈએ છીએ. ઘણા લોકોનું માનવું છે કે આવું ન કરવું જોઈએ. કારણ કે આમ કરવાથી આ સમસ્યા વધુ વધી જાય છે.
વાળ સફેદ થવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તેનું એકમાત્ર કારણ મેલાનિનની ઉણપ હોઈ શકે છે. તેમજ યોગ્ય ખાનપાન ના અભાવે પણ વાળ સફેદ થવા લાગે છે. ઘણીવાર આપણે ફેશન અને બ્યૂટીના બદલાતા સમયમાં વાળ પર કલર કરાવીએ છીએ. આ હેર કલરમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે અને આ બ્લીચથી વાળ ડેમેજ થઈ જાય છે. આવું એટલા માટે કારણ કે, વાળને યોગ્ય પોષણ મળી શકતું નથી અને આ કેમિકલના ઉપયોગ કરવાને કારણે ડ્રાયનેસ વધી જાય છે.
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ વાળ સફેદ થવા લાગે છે. તેમજ ક્યારેક વિટામીનના અભાવે પણ વાળ સફેદ થવા લાગે છે. વાળને સફેદ થતા રોકવા માટે તમે ઝિંકને તમારા આહારમાં સમાવેશ કરો અને માનસિક તણાવથી દૂર રહો. જો તમે ઇચ્છો તો વાળ માટે એક્સપર્ટની સલાહ લઈને ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.