આખો શિયાળો ઉઠવામાં આળસ આવે છે ? ડાયેટ ઉપર ધ્યાન આપવું જરૂરી
શિયાળામાં શરદી-ખાંસી ઉપરાંત થાક, આળસ અને સુસ્તીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.આ સમસ્યાથી બચવા ડાયેટમાં અમુક વસ્તુઓને શામેલ કરો.
ઘણા લોકો હસતા હસતા કહેતા હોય છે કે શિયાળામાં સુતા જેવું સુખ નહી..સવારે ઠંડી હો,માથે ગોદડું ઓઢીને સુઈ ગયા હોઈએ અને એલાર્મ જગાડ જગાડ કરતો હોય પણ પથારીમાંથી ઉભા થવાનું મન થતું હોતું નથી… આમ થવા પાછળ પણ કેટલાક વૈજ્ઞાનિક કારણ હોય છે.
શિયાળામાં દિવસ ખૂબ જ નાના હોય છે અને સૂજરના કિરણ પણ ઓછા પડે છે. જેના કારણે આપણા શરીરનું સર્કેડિયન રિધમ બગડી જાય છે. બોડીના સર્કેડિયન રિધમ બગડવાથી તમે સુસ્તી અનુભવો છે અને તમારા એનર્જી લેવલમાં પણ ઘટાડો થાય છે.
તેની સાથે જ સૂરજની રોશની ઓછી પડવાના કારણે આપણા શરીરમાં વિટામિન ડીનું લેવલ ઓછુ થવા લાગે છે. શરીરમાં વિટામિન ડીનું લેવલ ઓછુ થવાથી થાક અને મૂડ ખરાબ હોવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને પણ શિયાળામાં થાક, સુસ્તી અને આળખ આવે છે તો આ સુપરફૂડ્સને જરૂર પોતાની ડાયેટમાં શામેલ કરો.
બ્લૂબેરીઝ
એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિનથી ભરપૂર, બ્લૂબેરી બ્લડ ફ્લોમાં સુધાર કરે છે અને મગજની ફંક્શનિંગને વધારે છે. જેનાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે.
પાલક
આયર્નથી ભરપૂર, પાલક આખા શરીરમાં ઓક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મમાં સુધાર કરે છે. થાકમાં રાહત આપે છે.
યોગર્ટ
પ્રોટીનથી ભરપૂર, દહીં બ્લડ શુગરના લેવલને સ્થિર કરે છે. પાચનને પ્રોત્સાહન આપે છે અને શરીરને એનર્જી આપે છે.
શક્કરીયા
તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વઘારે હોય છે. જેને ખાવાથી શરીમાં હાજર એનર્જી એક સાથે રિલીઝ થવાની જગ્યા પર ધીરે ધીરે રિલીઝ થાય છે. તેનાથી તમારૂ પેટ ભરેલું રહે છે અને આળસ દૂર થાય છે.
બદામ
બદામ મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. તેને ખાવાથી શરીરમાં એનર્જીનું લેવલ બની રહે છે અને થાક દૂર થાય છે.