Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’

Thu, June 19 2025

રાજકોટ સહિત રાજ્યમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયે PM કેરમાંથી આપવામાં આવેલા લાખો રૂપિયાની કિંમતના એક-એક એવા 400 વેન્ટિલેટર ધૂળ ખાઈ રહયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કે, તાજેતરમાં સિવિલના એક અધિકારીના ધ્યાનમાં આ બાબત આવતા હાલમાં આ તમામ વેન્ટિલેટરને PMSSY બિલ્ડિંગના પહેલા માળે રૂમમાં પુરી દઈ રૂમની તમામ બારીઓ અને દરવાજા ઉપર આડશ લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, હાલ સિવિલમાં 200થી 250 જેટલા અન્ય કંપનીના વેન્ટિલેટર ચાલુ હાલતમાં હોય દર્દીઓની સારવારમાં કોઈ મુશ્કેલી આવે તેમ ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની પ્રથમ લહેરમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા. કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં રાજ્યમાં પણ હાહાકાર મચાવ્યો હોય વર્ષ 2021માં સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત ચૌધરી મેદાનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરી કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી.આ સમયે રાજકોટ સિવિલમાં પીએમ કેર હેઠળ ધમણ સહિતની કંપનીના 400થી વધુ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2022 અને ત્યાર બાદ કોરોના મહામારી હળવી બનતા સમય જતા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઉભી કરવામાં આવેલ ટેમ્પરરી હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી.

બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલને પીએમ કેર હેઠળ ફાળવવામાં આવેલ ધમણ સહિતના આધુનિક વેન્ટિલેટર બિન ઉપયોગી બનતા PMSSY બિલ્ડિંગમાં ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એક વેન્ટિલેટર રૂપિયા દોઢ લાખથી લઈ ચાર લાખ કે તેથી પણ વધારે કિંમતનું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલમાં નકામા બની ગયેલા વેન્ટિલેટર ખુલ્લામાં પડયા હોવાનું ધ્યાને આવતા એક ઉચ્ચ અધિકારીએ હાલમાં આ તમામ વેન્ટિલેટર PMSSY બિલ્ડિંગના પહેલા માળે રૂમમાં મુકાવી દીધા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200થી 250 જેટલા વેન્ટિલેટર હાલમાં ચાલુ કન્ડિશનમાં હોવાનું અને દર્દીઓની સારવારમાં કોઈ મુશ્કેલી ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ ધમણ સહિતની કંપનીના બ્લ્યુ ટુથ કનેક્ટિવીટી વાળા નકામા બની ગયેલા વેન્ટિલેટરમાં પ્રેસર સહિતની સમસ્યા હોવાથી ઉપયોગમાં ન લેવામાં આવતા હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હાલમાં સિવિલમાં નક્કામા થઇ પડેલા વેન્ટિલેટર અન્ય હોસ્પિટલોમાં રીપેરીંગ કરી ફાળવવામાં આવે તો કરોડો રૂપિયાના આ સાધનો દર્દીઓ માટે ઉપયોગમાં આવી શકે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?

Next

LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
10 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
10 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
10 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

સોનિયા ગાંધી પાસે પંડિત જવાહરલાલ નેહરુના કયા પત્રો છે ?? જાણો શા માટે પત્ર પરત કરવા PMMLએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શ્રાવણીયા જુગારની મોસમ ખીલી : જુગાર રમતા 38 બાજીગરો પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કોઠારીયામાં સરકારી જમીનમાં મંદિરના નામે ગેરકાયદે બાંધકામ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કરેલા આપઘાત કેસમાં બે શખ્સોના આગોતરા જામીન અરજી મંજૂર
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર