સવાર સવારમાં એસીડીટીથી પરેશાન હો તો આ છે ઉપાય
શરીરની અમુક સમસ્યાઓ એવી હોય છે જે બીજી સમસ્યાઓને પણ નોતરે છે. એસીડીટી આમાંની એક છે. એક તો જેમને આ સમસ્યા સતાવતી હોય તેમણે ખાવાપીવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.
એસિડિટીના સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં બળતરા કે દુખાવો થવો છે. આ ઉપરાંત ઉલટી, પેટમાં ગેસ, ખાટા ઓડકાર, પેટ ફૂલવું પણ પરેશાન કરી શકે છે. કેટલાંક લોકોને બળતરાની સાથે અચાનક છાતીમાં દુખાવો થઇ શકે છે, તેની પાછળ ગેસ્ટ્રોઇસોફેગલ રિફલક્સ ડિસીઝ થાય છે.
આ માટેનો ખૂબ જ સરળ ઉપાય છે કાળી દ્રાક્ષ. 10થી 15 કાળી કિસમિસ લો અને તેને સારી રીતે ધોઇ લો. પછી તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે આ કિસમિસને ખાલી પેટ ખાવ અને તેનું પાણી પી લો. અથવા તો રાત્રે સૂતા સમયે 1 ચમચી આમળા ચૂર્ણ લો અને તેને 1 ચમચી ગાયના ઘીમાં સારી રીતે મિક્સ કરો. તેનું જમ્યાના એક કલાક બાદ એક ગ્લાસ હુંફાળા પાણી સાથે સેવન કરો અને સૂઇ જાવ. આ પ્રયોગ લાંબા સમય સુધી કર્યા પછી તમને પરિણામ મળી શકે છે. જોકે તમે તમારા નિષ્ણાત તબીબને પૂછી આ ઉપાય કરો તે જરૂરી છે.