Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

લ્યો બોલો, દહીં પૂરી અને કચ્છની દાબેલી ખાવા લાયક જ નથી….!!!

Tue, September 5 2023

સૌથી ખરાબ રેટિંગવાળા સ્ટ્રીટ ફૂડમાં આ વાનગીઓએ કર્યું ટોપ…

આજકાલ લોકો સ્ટ્રીટ ફૂડનાં ચાહક બની ગયા છે અને મોટી હોટેલમાં જઈને વધુ બીલ ચૂકવવાને બદલે આ જ વસ્તુ રેંકડી કે ઢાબા ઉપર થી લઈને જીભનો ચસ્કો પૂરો કરી લ્યે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રીતે મળતી ફૂડ આઈટમ ટેસ્ટી તો હોય છે પણ તેને બનાવવાની રીત, તેમાં વપરાતી વસ્તુઓ યોગ્ય હોતી નથી તેવું એક સર્વેમાં બહાર આવ્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે આ સર્વેમાં જે વસ્તુને સૌથી વધુ ખરાબ કીધી છે તેમાં દહીં પૂરી, દહીં વડા અને કચ્છની દાબેલીનો પણ સમાવેશ થાય છે.

ભારતના ફેમસ સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો ભારત નહીં પણ દુનિયાભરમાં તે ખૂબ જ પ્રચલિત છે. ભારતીયોની સાથે સાથે ભારત ફરવા માટે આવેલા ફોરેનર્સ અને ટુરિસ્ટ પણ આંગળીઓ ચાટી ચાટીને આ ફૂડ હોંશે-હોંશે ચાંઉ કરી જાય છે. આ સ્ટ્રીટ ફૂડમાં , ભેળ, વડાપાંઉ, પાણીપુરી અને ચાટ સહિત ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું નામ સાંભળીને કે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે.

સ્ટ્રીટ ફૂડનું નામ સાંભળીને અત્યાર સુધીમાં તો તમારા મોંમાંથી પણ લાળ ટપકવા લાગી જ હશે નહીં? પરંતુ આ સમાચાર વાંચીને તમારું મન સ્ટ્રીટ ફૂડ પરથી ઉઠી જશે એટલું જ નહીં પણ તમે આ સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલાં 100 વખત વિચાર કરશો. ટ્રેડિશનલ ફૂડ ગાઈડ ટેસ્ટ એટલાસ દ્વારા તાજેતરમાં જ સૌથી ખરાબ રેટિંગવાળા ઈન્ડિયા સ્ટ્રીટ ફૂડ્સની યાદી તૈયાર કરવામાં આવી છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં મહારાષ્ટ્રની સૌથી ફેમસ દહીં પુરી પહેલાં સ્થાને આવે છે, એટલે કે તેને સૌથી ખરાબ રેટિંગ મળ્યું છે.

આ રેન્કિંગ 17મી ઓગસ્ટ સુધી મળેલા 2508 રેટિંગ્સના આધારે નક્કી કરવામાં આવી છે. જોકે, આ 2508માંથી ટેસ્ટ એટલાસે 1773 રેટિંગ્સને યોગ્ય કરાર આપ્યો છે. આ યાદીમાં મધ્યપ્રદેશની બેસનમાંથી બનાવવામાં આવતી મસાલેદાર સેવ બીજા સૌથી ખરાબ ફૂડના સ્થાને હતું, તો ત્રીજા સ્થાને આવે ગુજરાતના કચ્છની દાબેલી છે. મુંબઈની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચની વાત હોય તો તેણે પણ આ યાદીમાં ચોથા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. ઈંડા ભુર્જીને 5મું તો દહીં વડાને છઠ્ઠું સ્થાન, સાબુદાણાના વડાને 7મું સ્થાન અને પંજાબના ગોબી પરાઠાને 8મું સ્થાન મળ્યું છે. જ્યારે પાપડી ચાટ આ યાદીમાં 9મ સ્થાને છે. જ્યારે, દક્ષિણ ભારતના આલૂ બોન્ડાનું નામ આ યાદીમાં સૌથી છેલ્લા સ્થાને એટલે કે દસમા નંબરે આવે છે.

અહીંયા તમારી જાણ માટે કે ભારતમાં મળતા મોટાભાગના સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા, કારણ કે તેને તૈયાર કરતી વખતે હાઈજિન કે સ્વચ્છતાનું પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એટલું જ નહીં આ સ્ટ્રીટ ફૂડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં ગંદુ પાણી લેવામાં આવે છે. આ સિવાય તેને તળતી વખતે વારંવાર ગરમ થયેલાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે આ વાનગીઓ આરોગ્યપ્રદ બનતી નથી. એવી ઘણી બધી વાનગીઓ છે કે જેને જો સ્વચ્છતાથી બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જોકે, એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે વધારે પડતું સ્ટ્રીટ ફૂડનું સેવન આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની દબંગ ગર્લ પૂજા 16 વર્ષથી મોતના કૂવામાં કરે છે બુલેટ સાથે સ્ટંટ

Next

કેન્સરનું નિદાન કરતા ડોકટરો કેટલા સાચા .?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મોકામાની બેઠક પર ‘છોટે સરકાર’નો જલવો : જેલમાં બેઠા બેઠા બાહુબલી નેતા અનંત સિંહની ભવ્ય જીત
51 મિનિટutes પહેલા
SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે
1 કલાક પહેલા
દાને દાને મેં કેન્સર કા દમ! RMCની ફૂડ શાખા દ્વારા વિમલ-RMD ગુટખાના જવાબદારોને 23 લાખનો દંડ
1 કલાક પહેલા
ગળપણનું સગપણ’ને સમજમાં સંગાથ! ડાયાબિટીક યુવકો-યુવતીઓ માટે 5 વર્ષથી રાજકોટમાં ચાલતું અનોખું મેટ્રિમોનિયલ ગ્રુપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2648 Posts

Related Posts

x પ્લેટફોર્મને કોર્ટે આપ્યો ઝટકો : ‘X’ને ભારતમાં કામ કરવું હોય તો દેશના કાયદા માનવા જ પડશે, કેન્દ્ર સામેની અરજી ફગાવી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
તમને ખબર છે , દેશમાં ખાનપાન સેવા બજાર 2030 સુધી 10 લાખ કરોડ થઈ જવાની ધારણા છે
બિઝનેસ
1 વર્ષ પહેલા
MBBS થવા કિર્ગીસ્તાન ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : મદદ માટે પોકાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સ્પેન ચોથી વખત યૂરો કપનું ચેમ્પિયન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર