શરદી-ઉધરસ હેરાન કરે છે , અપનાવો ઘરગથ્થુ ઉપાય
હવે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે. આ સિઝનમાં શરદી-ખાંસીની સમસ્યા વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જોઈએ. વ્યક્તિએ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે યોગ્ય ડાયટ અને દૈનિક વર્કઆઉટ કરવું જોઈએ. શરદી-ખાંસીની સ્થિતિમાં માસ્ક પહેરવું જોઈએ અને ઠંડી-ખાટી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. શરદી-ખાંસીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે.
મધ અને આદુ
આદુના રસમાં થોડું મધ મિક્સ કરો. સૂતા પહેલા તેનું સેવન કરો. તેના સેવન બાદ પાણી પાવીનું ટાળો. એક અઠવાડિયાના ઉપયોગ પછી અસર દેખાવા લાગશે.
હળદર, કાળા મરી અને મધ
જમવાના અડધા કલાક પછી એક ચમચી હળદરને એક ચપટી કાળા મરી અને મધ સાથે મિક્સ કરીને દિવસમાં બે વાર લો.
મુલેઠી અને મધ
એક ચમચી મુલેઠી ( જેઠીમધ) માં એક ચમચી મધ ભેળવીને ખાઈ લો. જમ્યાના 40 મિનિટ પછી દિવસમાં બે વાર ખાઓ. હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ મુલેઠીનું સેવન ન કરવું. બાળકોને અડધી ચમચી જ આપો.
ગરમ હર્બલ ટી
દિવસમાં ઘણી વખત ગરમ હર્બલ ચાનું સેવન કરો. તુલસીની ચા, મેથીની ચા, આદુ અને ફુદીનાની ચા, મુલેઠીની ચાનું સેવન કરવું જોઈએ.
આદુ અને ગોળ
ગોળમાં નેચરલ શુગર હોવાને કારણે તે લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધારતું નથી. તેથી ખાંસીથી છુટકારો મેળવવા માટે આદુ સાથે ગોળનું સેવન કરવું જોઈએ. એક વાસણમાં થોડું ગરમ ગોળ અને આદુના રસને મિક્સ કરો. થોડા દિવસો સુધી સતત તેનું સેવન કરો, ફરક જોવા મળશે.
મરી અને મીઠું
એક વાસણમાં કાળા મરીનો ભૂકો લઈ તેમાં થોડું મીઠું અને થોડું મધ ઉમેરો. સૂતા પહેલા તેનું સેવન કરો. તે ખાંસીમાં રાહત આપશે.
આખો દિવસ નવશેકું પાણી પીતા રહો.
હળદર અને મીઠાના પાણીથી દિવસમાં 2-3 વખત કોગળા કરો.