શાઓમી એ લોન્ચ કર્યો ‘અનોખો’ ઇલેક્ટ્રિક ધાબળો, જુઓ કિંમત અને ફીચર્સ
શાઓમી એ તેનો નવો સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ લૉન્ચ કર્યો છે. Xiaomi Mijia સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ 140W ડ્યુઅલ-ઝોન હીટિંગ સાથે રજૂ કરવામાં આવ્યો છે. Mijia એપનો ઉપયોગ કરીને, તમે આ બ્લેન્કેટમાં અલગ-અલગ ઊંઘ માટે ટાઈમ પણ સેટ કરી શકો છો.
ચીનમાં આ સ્માર્ટ બ્લેન્કેટની કિંમત 229 યુઆન (લગભગ 2,700 રૂપિયા) છે.યુઝર્સની સલામતી અને સગવડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ ઈલેક્ટ્રિક કોમ્બરમાં ટ્રિપલ ઈન્સ્યુલેશન ડિઝાઈન છે. તેમાં ઓવર-ટેમ્પરેચર, શોર્ટ સર્કિટ, ઓવરલોડ, લાઈટનિંગ સ્ટ્રાઈક, લો-ટેમ્પરેચર બર્ન અને ચાઈલ્ડ લોક પ્રોટેક્શન જેવી ઘણી સુવિધાઓ છે. બ્લેન્કેટ 15 કલાક ઓટોમેટિક સ્ટેન્ડબાય સપોર્ટ પૂરો પાડે છે.
કંપનીનો દાવો છે કે, આ ઈલેક્ટ્રિક બ્લેન્કેટને મશીનમાં ધોઈ પણ શકાય છે. અને તેના હીટિંગ વાયરને નુકસાન થયા વિના 25,000 વખત વળાંક આપી શકાય છે. આ સ્માર્ટ ઇલેક્ટ્રિક બ્લેન્કેટમાં ઘણી ઈન્ટેલિજન્સ સગવડ આપવામાં આવી છે. યુઝર્સ XiaoAI દ્વારા વૉઇસ કમાન્ડ આપીને તેને નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત, બ્લેન્કેટની કામગીરીને Mijia એપ દ્વારા દૂરથી નિયંત્રિત કરી શકાય છે અને અન્ય Xiaomi સ્માર્ટ ઉપકરણોને તેની સાથે સાંકળી શકાય છે.
આ ધાબળાનું તાપમાન 6 વિવિધ સ્તરો પર ગોઠવી શકાય છે. તેમાં વન-ક્લિક માઇટ રિમૂવલ/ડ્રાયિંગ મોડ, ડિજિટલ હેન્ડ કંટ્રોલ અને અનુકૂળ વાયરિંગ પોર્ટ છે.