Vivo એ ભારતમાં અદભુત ડિઝાઇન સાથે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા
Vivo એ વચન મુજબ ભારતમાં V29 સિરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Vivo V29 અને Vivo V29 Pro કંપનીના બે લેટેસ્ટ ફોન છે. Vivo V29 સિરીઝને દેશમાં મિડ-પ્રીમિયમ રેન્જમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Vivoના આ બંને સ્માર્ટફોન સ્લીક અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આમાં 6.78 ઇંચ AMOLED ડિસ્પ્લે, 50MP પ્રાઈમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Vivo V29, V29 Pro કિંમત
Vivo V29 સ્માર્ટફોનને હિમાલયન બ્લુ, મેજેસ્ટિક રેડ અને સ્પેસ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 32,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 36,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Vivo V29 Proનું 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ 39,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન હિમાલયન બ્લુ અને સ્પેસ બ્લેક કલરમાં આવે છે.
Vivo V29 સિરીઝનું પ્રી-બુકિંગ આજથી દેશમાં શરૂ થઈ ગયું છે. V29 Pro 10 ઓક્ટોબર, 2023 થી વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જ્યારે V29નું વેચાણ 17 ઓક્ટોબર 2023થી શરૂ થશે.
Vivoના ઓનલાઈન સ્ટોર અને ફ્લિપકાર્ટ ઉપરાંત ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી પણ સ્માર્ટફોન ખરીદી શકાય છે. આ બંને ફોન Vivo એક્સક્લુઝિવ સ્ટોર્સ અને મોટા રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઑફર્સ વિશે વાત કરીએ તો, HDFC અને SBI કાર્ડ દ્વારા V29 સિરીઝના સ્માર્ટફોન્સ ઑનલાઇન ખરીદવા પર તમને 3500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય 3,500 રૂપિયા સુધીની વધારાની એક્સચેન્જ ઓફર પણ છે.
આ સ્માર્ટફોન્સની ખરીદી પર 10 ટકા સુધીનું કેશબેક + 4000 રૂપિયા સુધીનું Vivo અપગ્રેડ બોનસ અને V-Shield રક્ષણ ઓફર પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ પણ છે.