શું તમે iPhone યુઝ કરો છો, તો જાણી લો આ સિક્રેટ કોડ્સ
તમારા iPhone નો IMEI નંબર ચેક કરવા માટે, ફોનના ડાયલ પેડ પર *#06# ડાયલ કરો અને ઓકે ક્લિક કરો. ત્યારબાદ તમારા ફોનનો IMEI નંબર મોબાઈલની સ્ક્રીન પર દેખાશે. બધા ફોનમાં ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર હોય છે. આ દરેક ફોન માટે યુનિક નંબર છે.
લોકો iPhone ની ખરીદી બાદ ઘણી વખત વિચાર છે કે, ફોન ઓરિજીનલ છે કે નહી. આ ઉપરાંત જો કોઈ સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદી રહ્યા હોય તો તે વધારે જૂનો છે કે કેમ. આ પ્રકારના અનેક વિચારો લોકોના મનમાં આવે છે. જો કે ડરનું મોટુ કારણ છે કે તમે આ ફોન માટે ઘણા રૂપિયાનો ખર્ચ કર્યો છે. iPhone ઘણી સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે, તેમ છતાં તમારે કેટલાક સેટિંગ્સની જાતે જ તપાસ કરવી જોઈએ. આજે આપણે કેટલાક સિક્રેટ કોડ્સ વિશે જાણીશું જેના દ્વારા તમે ફોનની વિગતો મેળવી શકો છો.
તમને કેટલીક વિગતો જોવા મળશે
ઘણા લોકો જાણે છે કે મોબાઈલમાં અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (USSD) કોડનો ઉપયોગ કરવામાં આવે છે. તે ફૂદડી અને હેશટેગ્સ સાથે નંબરની એક સીરીઝની જેમ દેખાય છે. આ નંબર્સ ફોન નંબરની જેમ ડાયલરમાં ડાયલ કરવામાં આવે તો તમને કેટલીક વિગતો જોવા મળશે જે સામાન્ય રીતે સીક્રેટ હોય છે.
ફોનના IMEI નંબરને ચેક કરો
તમારા iPhone નો IMEI નંબર ચેક કરવા માટે, ફોનના ડાયલ પેડ પર *#06# ડાયલ કરો અને ઓકે ક્લિક કરો. ત્યારબાદ તમારા ફોનનો IMEI નંબર મોબાઈલની સ્ક્રીન પર દેખાશે. બધા ફોનમાં ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર હોય છે. આ દરેક ફોન માટે યુનિક નંબર છે.
આ રીતે કોલર આઈડી હાઈડ કરો
તમે જે ફોન નંબર પર કોલ કરવાના છો તે ફોન નંબર ડાયલ કરતા પહેલા, તમે USSD કોડનો ઉપયોગ કરીને તમારી કોલર ID ને હાઈડ કરી શકો છો. તેના માટે સૌપ્રથમ #31# ડાયલ કરો અને ત્યારબાદ તમારા એરિયા કોડ સાથે ફોન નંબર દાખલ કરો અને પછી કોલ કરો.
ઈનકમિંગ કોલ કેવી રીતે ડાયવર્ટ કરવો
જો તમે કોઈ અન્ય કોલમાં બિઝી છો, તો તમે ઈનકમિંગ કોલને કોઈ અન્ય નંબર પર ડાયવર્ટ કરી શકો છો. તમારો iPhone નેટવર્ક કવરેજની બહાર હોય અથવા તમે કોલ્સ રીસિવ કરવા માંગતા ન હોય ત્યારે આ ઉપયોગી છે. તે સમયે તમે તેને કોઈ અન્ય નંબર પર ડાયવર્ટ કરી શકો છો.