સોનાક્ષી સિંહાએ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી કેમ પહેરી? કારણ છે ખૂબ જ ખાસ, જુઓ તસ્વીરો
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના 23 જૂનના રોજ લગ્ન થયા. બન્નેના લગ્નના =સમાચારમાં એટલા માટે ચર્ચામાં રહ્યા કારણ કે તે ન તો હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા અને ન તો મુસ્લિમ રિવાજો પ્રમાણે. સોનાક્ષી અને ઝહીરે રજિસ્ટર્ડ લગ્ન કર્યા. દરેક વ્યક્તિ આ લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારથી તેઓ બહાર આવ્યા છે, દરેકની આંખો તેના પર ચોંટી ગઈ હતી. તમે જોઈ શકો છો કે, સોનાએ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી અને ઝહીર તેની સાથે મેચિંગ કરતો જોવા મળ્યો હતો. સોનાના લુકની ખાસિયત એ હતી કે તેણે તેની માતાના લગ્નની સાડી પહેરી હતી. માત્ર સાડી જ નહીં, સોનાક્ષીએ જે નેકલેસ પહેર્યો હતો તે પણ તેની માતાનો હતો.

અભિનેત્રીએ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરવા પાછળનું કારણ પણ ખાસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાડી સોનાક્ષીની માતા પૂનમ સિંહાની હતી, જેને અભિનેત્રીએ આ ખાસ દિવસ માટે પસંદ કરી હતી. અહેવાલો અનુસાર, આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે, તેણે તેની માતાની સાડી પહેરવાનું પસંદ કર્યું.

સોનાક્ષી માટે આ સાડી ભાવનાત્મક રીતે ઘણી કિંમતી છે. તેની માતાએ લગભગ 44 વર્ષ પહેલા તેના લગ્નમાં આ સાડી પહેરી હતી. તે જ સમયે, સોનાક્ષીએ તેના લગ્નમાં આ સાડી સાથે તેની માતાના કલેક્શનમાંથી મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી.

લગ્નના થોડા સમય બાદ એક રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેત્રી લાલ બનારસી સિલ્ક સાડીમાં જોવા મળી હતી. જ્યારે તેનો પતિ ઝહીર શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ સમારોહમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.

સોનાક્ષીએ તેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, “સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો હતો અને તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આજે તે પ્રેમ તમામ પડકારો પર વિજય મેળવવા માટે માર્ગદર્શન આપે છે.” બંને પરિવારો, હવે અમે પતિ-પત્ની છીએ, પ્રેમ, આશા અને તમામ સુંદર વસ્તુઓ હવે અને હંમેશ માટે એક થઈ ગઈ છે.