જલ્દી બંધ કરવો પડી રહ્યો છે શો “બિગ બોસ ઓટીટી-3”!
દર્શકોના મત મુજબ આ સિઝન રહી છે બોરિંગ
બિગ બોસ ઓટીટી-3ના ફાઇનલમાં હવે વધારે દિવસો બચ્યા નથી. કારણ કે બિગ બોસ ઓટીટી-3ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ જાહેર કરવામાં આવી છે. રિપોર્ટસ અને બિગ બોસના ફેન્સ મુજબ આ વખતેની સિઝન ખાસ રહી નથી. બિગ બોસ ઓટીટી-3 મોટું દર્શક વર્તુળ બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. બોરિંગ સિઝનને કારણે આ શો આગળ વધારવામાં નહી આવે.
બિગ બોસ ઓટીટી-3નો ગ્રાન્ડ ફિનાલે પહેલા તા.4 ઓગસ્ટ એટલે કે રવિવારે થશે તેવું જણાવવામાં આવી રહ્યું હતું. હવે તે જીયો સિનેમા પર શુક્રવાર 2 ઓગસ્ટે થશે તેવું નક્કી થયું છે. ખતરો કે ખિલાડી-14 શરૂ થવાને કારણ ઓટીટી પ્લેટફોર્મ પર સ્લોટ ખાલી નથી. આ માટે શનિવાર કે રવિવાર નહી પરંતુ શુક્રવારે રાખવામાં આવ્યો છે. જો કે ફિનાલે ક્યારે શરૂ થશે તે જણાવાયું નથી.
એવું જાણવા મળી રહ્યું છે કે, આ શોને ન તો આગળ વધારવામાં આવ્યો છે કે ન તો ફેમિલી વીક જેવા એપિસોડ જોવા મળ્યા છે. ખૂબ જ નીરસ આ શો રહ્યો છે. એક બે વખત એવું પણ થયું કે જેમાં બિગ બોસનું સ્ટેન્ડ એકદમ સાફ ન રહ્યું. જો કે હવે આ શોનો ગ્રાન્ડ ફિનાલે 2 ઓગસ્ટે થશે. એવી શક્યતા છે કે, લવકેશ કટારીયા આ શો જીતશે.