`કાળા હિરણ’ ફિલ્મના ટીઝર અને લિંક્સ હટાવવાનો કડક આદેશ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને `કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ ફિલ્મ મામલે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ અને યુટ્યુબને ફિલ્મ સાથે જોડાયેલા તમામ ટીઝર અને લિંક્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મના નિર્દેશક અમિત જાનીના વલણ પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને અગાઉ કાર્યવાહી ન થતાં તેનો ગેરફાયદો લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકીય હલચલ
ફિલ્મ નિર્માતાની તરફથી દલીલ કરવામાં આવી હતી કે ટીઝરમાં સલમાન ખાનનું નામ લેવામાં આવ્યું નથી અને તેમાં ડીપફેક અથવા અઈં ટેક્નોલોજીનો ઉપયોગ થયો નથી. જ્યારે સલમાન ખાનની કાનૂની ટીમે દલીલ કરી હતી કે ફિલ્મમાં અભિનેતાની ઓળખ અને તેમની લોકપ્રિય છબીનો સ્પષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેમના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વિવાદનું મુખ્ય કારણ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર છે, જેમાં મુખ્ય પાત્રનો દેખાવ સલમાન ખાન જેવો દર્શાવવામાં આવ્યો હતો અને તેમનું પ્રખ્યાત વાદળી બ્રેસલેટ પણ બતાવવામાં આવ્યું હતું. હાઈકોર્ટના આદેશ બાદ હવે સંબંધિત તમામ ઓનલાઈન ક્નટેન્ટ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
