૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
બેબી શાવરમાં બેબી બમ્પ સાથે લગાવ્યાં ઠુમકા, મિત્રો અને પરિવાર સાથે ઉજવી ખુશીની પળો
ટીવી એક્ટે્રસ પૂજા બેનર્જી માતા બનવા જઈ રહી છે. જેમાં તેને મિત્રો સાથે બેબી શાવર અને થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું.
ટીવી એક્ટે્રસ પૂજા બેનર્જીના ઘરે નવી ખુશીઓ આવવાની તૈયારીમાં છે. તે બીજી વખત પ્રેગ્નન્ટ બની છે. ટૂંક સમયમાં તેને એક સંતાન આવશે. જેમાં આ રવિવારે પૂજાનો બેબી શાવર યોજાયો હતો. જેમાં આ એક્ટે્રસે અને તેના પતિ કુણાલ વર્માએ મિત્રો સાથે થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું. પૂજાએ મે મહિનામાં ટે્રડીશનલ રીતે બેબી શાવર રાખ્યું હતું. જેમ તેના મિત્રો સાથે પાર્ટી કરતી વખતે આ બેબી શાવરમાં ગુલાબી ડે્રસ પહેર્યો હતો.
પૂજાએ તેના બેબી બમ્પને પકડીને ડાન્સ પણ કર્યો હતો. જેમાં પ્રેગ્નન્સીનો ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ફોટોમાં પૂજા બેનર્જી શાનદાર લાગતી હતી. પૂજાએ તેના મિત્રો સાથે બેબી બમ્પ બતાવતા પોઝ આપ્યા હતા. આ બેબી શાવરમાં હાજરી આપનારા તેના ફ્રેન્ડસે ગેમો પણ રમી હતી. જ્યાં બધાને લોલીપોપ વહેંચવામાં આવ્યા હતા અને બધાએ તેમની સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન એક કપલ ગેમ પણ રમાઈ હતી, જ્યાં બધા મેન્સે બાળકો હોવાની એક્ટિગ કરી હતી. તો મહિલાઓએ તેમને ચમચીથી ખવડાવવાની પ્રેક્ટિસ કરી હતી. પૂજાના ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
જેમાં ફેંસે પૂજાને તેના બેબી શાવર માટે અભિનંદન આપ્યા હતા. આ એક્ટે્રસે ૨૦૨૦ માં કુણાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ નવેમ્બર ૨૦૨૧ માં આ કપલે બંગાળી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ કપલના ઘરે વર્ષ ૨૦૨૦ માં પહેલા બાળકનું આગમન થયું હતું. પૂજા એક જાણીતી ટીવી એક્ટે્રસ છે જેને” દેવો કે દેવ – મહાદેવ” શોથી ફેમ મળી હતી.
