ચુંટણીના માહોલમાં ઘરબેઠા જોવો રાજકારણ પર બનેલી ફિલ્મ-વેબ સિરીઝ
ફિલ્મ-સિરીઝનું સસ્પેન્સ અંત સુધી જોવા તમને મજબૂર કરશે
હાલ દેશમાં ચુંટણીનો માહોલ છે ત્યારે તમે પણ ઘર બેઠા ઓટીટી પ્લેટફોર્મ પર રાજકારણ ઉપર બનેલી અનેક ફિલ્મ અને સિરીઝ જોઈ શકો છે. આ ફિલ્મો અને વેબ સિરીઝથી રાજકારણના રસપ્રદ કિસ્સા અને સસ્પેન્સ જોઈને તમારું મગજ ચકકરાવે ચડી જશે. તો ચાલો આજે અમે તમને જણાવીશું ઘર બેઠા જોઈ શકાય તેવી રાજકારણ ઉપર આધારિત ફિલ્મ અને વેબ સિરીઝનું લિસ્ટ.
સરકાર
અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘સરકાર’ ડિઝની હોટ સ્ટાર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં રાજકારણનો ભરપુર ડ્રામા તમને જોવા મળશે. આ ફિલ્મમાં એક દીકરાની વાર્તા છે જે તેના રાજનેતા પિતાની વિરાસતને આગળ વધારે છે.
આરક્ષણ
‘આરક્ષણ’ ફિલ્મ એક સામાજિક-રાજકારણ વિષેની છે. જે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી આરક્ષણ પર આધારિત છે. આ ફિલ્મ જીયો સિનેમા પર જોઈ શકાય છે.
મહારાણી
હુમા કુરૈશીની વેબ સિરીઝ ‘મહારાણી’ બિહારના રાજકારણને દર્શાવે છે. આ સિરીઝમાં અત્યાર સુધીમાં ત્રણ ભાગ આવી ચૂક્યા છે. જે દર્શકોને ખૂબ જ પસંદ પડ્યા છે. આ સિરીઝ તમે સોની લિવ પર જોઈ શકો છો.
મદ્રાસ કાફે
જોન અબ્રાહમની ‘મદ્રાસ કાફે’ પણ એક પોલિટિકલ એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ નેટફલિકસ પર જોઈ શકાય છે.
રાજનીતિ
રણબીર કપૂર અને કેટરીના કૈફની ફિલ્મ ‘રાજનીતિ’ પણ હાલના ચુંટણીના માહોલમાં જોઈ શકાય છે. આ ફિલ્મ આવી ત્યારે તે ખૂબ જ ચર્ચામાં હતી. આ ફિલ્મ પણ નેટફલિકસ પર જોવા મળશે.