bigg boss ott 3 : સના અને કૃતિકા બન્યા દુશ્મન !! વિડીયો થયો વાયરલ
સના અને કૃતિકા વચ્ચે છેડાયું શબ્દ યુદ્ધ: સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાઇરલ
બિગ બોસ ઓટીટી-3માં એક ટાસ્ક બાદ સના મકબૂલ અને કૃતિકા માલિક વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું હતું. આ શબ્દ યુદ્ધની કેટલાક સ્પર્ધકો મજા લેતા પણ જોવા મળ્યા હતા તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેનો વિડીયો ચર્ચામાં આવ્યો છે.
બિગ બોસ ઓટીટી-3ના ઘરમાં સૌથી સારી દોસ્ત સના મકબૂલ અને કૃતિકા માલિકને લઈને આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે. જેમાં બંને ઝગડો કરતાં જોઈ સૌ ચોંકી ગયા છે. જ્યારે પાછલા એપિસોડમાં શોમાં એક ટાસ્ક પછી બંને એક બીજા સાથે ઝગડો કરતાં દેખાય છે. આ ટાસ્કમાં સ્પર્ધકોએ તે નક્કી કરવાનું હતું કે તેમના અનુસાર શોમાં સૌથી સ્ટાઈલીશ સ્પર્ધક કોણ છે?
જેમાં અરમાન માલિક અને તેમના મિત્રો કૃતિકાનું નામ લેતા નજર આવે છે. જ્યારે સના મકબૂલ અને તેની ટીમ સનાનું નામ લેતા નજરે પડે છે. જો કે અરમાન એક વોટથી જીતી જાય છે. આ વાત સનાને પસંદ નથી આવતી અને તેણીએ કહ્યું કે, તેમને એ પણ નથી ખબર કે સ્ટાઈલ શું હોય છે? જ્યારે દર્શકો શો જોશે તો તેઓ હસવા લાગશે. બાદમાં સના તે વાત પર અરમાન સાથે વાત કરે છે અને કૃતિકા બચાવ કરે છે. આ કારણે બન્ને વચ્ચે શબ્દ યુદ્ધ છેડાય છે.