બીગ બોસ – 8: સલમાન ખાનના શોમાં મોંઘા ટીવી સ્ટારની એન્ટ્રી!
સુપરસ્ટાર સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 18 આવતા મહિનેથી ફરી શરુ થવાનો છે.
હવે આ વખતના સૌથી મોંઘા સ્પર્ધક અને તેની ફીની વિગતો સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે એક ટીવી સ્ટાર છે.
કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસ -18 5 ઓક્ટોબરથી શરૂ થશે. એવી માહિતી મળી છે કે, પ્રખ્યાત ટીવી સીરિયલ ‘કુંડલી ભાગ્ય’ના અભિનેતાને આ શો માટે ફાઈનલ કરવામાં આવ્યો છે. આ બીજું કોઈ નહીં પણ ધીરજ ધુપર છે. અને તે આ શોનો સૌથો મોંઘો સ્પર્ધક પણ બની રહેશે.
થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે મેકર્સે શો માટે ધીરજનો સંપર્ક કર્યો છે. એક અહેવાલ અનુસાર, તેને આ સિઝન માટે ફાઈનલ કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ધીરજ ધૂપર શો માટે 4-5 કરોડ રૂપિયા ફી લઈ શકે છે.
શો સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું- “ધીરજ લાંબા સમયથી બિગ બોસ 18 માટે ચર્ચામાં છે. ગત સિઝન માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તે ખૂબ જ રસ ધરાવે છે અને તેમાં જોડાય તેવી શક્યતા છે.
આ શો માટે ધીરજ ધૂપર ઉપરાંત રાજ કુન્દ્રા, ફૈઝલ શેખ, સુરભી જ્યોતિ, શાહીર શેખ, સમીરા રેડ્ડી, અંજલિ આનંદ, કનિકા માન, સુનીલ કુમાર, સોમી અલી અને અર્જુન બિજલાણી જેવા સ્ટાર્સના નામ આગળ આવી રહ્યા છે. જો કે, હજુ સુધી ફાઈનલ લીસ્ટ બહાર આવ્યું નથી.