મોદીની ત્રણ દિવસની અમેરિકી યાત્રા દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત થશે
ટ્રમ્પે મોદીને શાનદાર નેતા,ભારતને ટફ ગણાવ્યું
આગામી તારીખ 21 મી સપ્ટેમ્બરથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ કંપની બેઠક યોજાશે.
ખુદ ટ્રમ્પે મિશીગન ખાતે તેમના પ્રચાર દરમિયાન આ વાત કરી હતી. ભારત સાથે ના વ્યાપારિક સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત વ્યાપારિક સંબંધોનો “દુરુપયોગ” કરી રહ્યું હોવાની પણ ટિપ્પણી કરી હતી.. બાદમાં તેમણે કહ્યું, “મોદી આવતા અઠવાડિયે મને મળવા આવી રહ્યા છે. મોદી શાનદાર છે. આ ઘણા નેતાઓ શાનદાર છે”.
ફ્લોરિડા ગોલ્ફ ક્લબમાં હુમલાની ઘટના બાદ પ્રથમ વખત સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારતે અમેરિકા ઉત્પાદનો ઉપર ભારે કર લાદયા છે. તેમણે વિશેષમાં ઉમેર્યું કે ભારત થોડું પાછળ છે પણ ખૂબ ટફ છે, બ્રાઝિલ પણ ટફ છે અને ચીન સૌથી વધારે ટફ છે પણ ટેરીફ બાબતમાં આપણે તેને યોગ્ય રીતે સંભાળ્યું છે. તેમણે કહ્યું કે કોઈ દેશ આપણી ઉપર વધારે ટેરીફ લગાડે તો આપણે પણ સામે એટલો ટેરીફ લગાડી અને ખાતું સરભર કરી દેવું જોઈએ.
નોંધનીય છે કે મોદી અને ટ્રમ્પ એકબીજાને પરમ મિત્ર ગણાવતા રહ્યા છે. મોદી એ ‘ અબ કી બાર ટ્રમ્પ સરકાર ‘ નો નારો પણ આપ્યો હતો.છેલ્લે મોદી અને ટ્રમ્પો છે 2020 માં ભારત ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજવાની છે ત્યારે ટ્રમ્પ અને મોદી વચ્ચેની સંભવિત મુલાકાત ઉપર બધાની નજર રહેશે.