Bigg Boss 18નો ધમાકેદાર પ્રોમો રીલીઝ : આ 14 કન્ટેસ્ટન્ટ ટાઈમ ટ્રાવેલનો ભાગ બનશે, જાણો કોણ છે એ સેલેબ્સ
‘બિગ બોસ 18’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં તેની શરૂઆત થવાની વાતો ચાલી રહી છે અને આ દરમિયાન મેકર્સે શોનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. સલમાન ખાનના અવાજમાં પ્રોમો પાવરફુલ લાગે છે. જાણવા મળ્યું છે કે સિઝનમાં નવી થીમ કઇંક હટકે હશે અને તેને પણ સલમાન જ હોસ્ટ કરશે.ત્યારે આ વખતે બિગ બોસ 18માં કન્ટેસ્ટન્ટ શું ધમાલ કરશે તે જોવાનું રહ્યું !!
બિગ બોસ 18નો નવો પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. સલમાન ખાને આ પ્રોમો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે, જેનાથી ફેન્સની ઉત્તેજના ઘણી વધી ગઈ છે. પ્રોમો શેર કરવાની સાથે મેકર્સે તેની થીમ પણ જાહેર કરી છે. હવે જ્યારે પ્રોમો બહાર પડી ગયો છે, તો સ્પર્ધકોના નામ કેવી રીતે પાછળ રહી શકે ?
બિગ બોસ 18ના પ્રોમોની સાથે જ શોમાં આવનારા નવા સ્પર્ધકોના નામ પણ આવવા લાગ્યા છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, ચાલો જાણીએ કે આ લોકપ્રિય ફાઈટ શોમાં કઈ કઈ હસ્તીઓ જોવા મળશે. જો કે, તે પહેલા જાણીએ કે આ વખતે શોની થીમ શું હશે ?
બિગ બોસ 18નો પ્રોમો રિલીઝ થયો
તમને જણાવી દઈએ કે સલમાન ખાને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર બિગ બોસ 18નો નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે થીમ ટાઈમ ટ્રાવેલ પર આધારિત હશે. પ્રોમોની શરૂઆત સલમાન ખાનના દમદાર અવાજથી થાય છે, જેમાં સુપરસ્ટાર કહેતા સંભળાય છે, ‘બિગબોસ દેખેંગે ઘરવાલો કા ફ્યુચર… અબ હોગા ટાઈમ કા તાંડવ’
શો ક્યારે શરૂ થશે ?
આ પ્રોમોએ ચાહકોની ઉત્તેજના ચાર ગણી વધારી દીધી છે. ચાહકો પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં સતત હાર્ટ ઇમોજીસ મૂકી રહ્યા છે. વળી, સલમાન ખાનને ફરીથી હોસ્ટ તરીકે મળવાથી તે ખૂબ જ ખુશ જણાય છે.થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે સલમાન ખાન બિગ બોસની 18મી સીઝન હોસ્ટ નહીં કરે.
તેની પાછળનું કારણ તેની ઈજા હોવાનું કહેવાય છે. જો કે, હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે સલમાન ખાન બિગ બોસ 18 હોસ્ટ કરતો જોવા મળશે. એવી અટકળો છે કે આ શો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ડેબ્યૂ કરી શકે છે.
આ સેલેબ્સના નામ સામે આવ્યા છે
બીજી તરફ પ્રોમો રિલીઝ થતાની સાથે જ શોમાં આવનારા સેલેબ્સના નામ પણ સામે આવ્યા છે. જે સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે તેમાં દલજીત કૌર, ડોલી ચાયવાલા, કરણ પટેલ, ફૈઝલ શેખ, આયેશા સિંહ, સુરભી જ્યોતિ, નુસરત જહાં, શોએબ ઈબ્રાહિમ, શીઝાન ખાન, નિયા શર્મા, રાજ કુન્દ્રા, સમીરા રેડ્ડી, સુનીલ કુમાર અને મદાલસા શર્માનો સમાવેશ થાય છે. જો કે આ નામો હજુ સત્તાવાર જાહેર કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે મદાલસા શર્માએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેણે ટીવી શો ‘અનુપમા’ છોડી દીધો છે. આવી સ્થિતિમાં અનુપમામાં અભિનેત્રી જોવા મળી શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.