દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે આતિશી સિંઘ: ધારાસભ્યોની બેઠકમાં સર્વ સંમતિથી નેતા ચૂંટાયા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીસિંઘ બનશે. દિલ્હીના નવા સીએમના નામને મંજૂરી આપવા માટે આજે સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી જેમાં આતિશીસિંઘના નામ પર મહોર લગાવવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી તેઓ સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે.
21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કેસમાં તેમને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેને ઈડી કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. તે 13 સપ્ટેમ્બરે જ તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો.આ પછી, રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી.