Kalki 2898 AD : અશ્વત્થામાનાં રોલમાં જોવા મળશે અમિતાભ બચ્ચન કે અભિષેક ?? જુઓ ટિઝર
બોલીવુડના શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના ડેડીકેશન થી તો આપણે સૌ વાકેફ છીએ કે જો આ ઉંમરે પણ એ જ હિંમત અને જુસ્સા સાથે કામ કરતા હોય છે ત્યારે તેઓ બોલિવુડની વધુ એક ફિલ્મમાં જોવા મળશે. જી હા અમિતાભ બચ્ચન ફિલ્મ કલ્કીમાં એક ધમાકેદાર પાત્ર ભજવશે જેની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
21 એપ્રિલ, રવિવારના રોજ KKR અને RCB વચ્ચેની રોમાંચક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ પછી, ‘કલ્કી 2898 AD’ના નિર્માતાઓએ અમિતાભ બચ્ચનના લૂકનું ટીઝર શેર કર્યું, જેને તેમના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
અમિતાભ ભજવશે અશ્વત્થામાનુ પાત્ર
ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્રોણાચાર્યના પુત્ર ‘અશ્વત્થામા’નું પાત્ર ભજવશે. અમિતાભ બચ્ચન, માટીના રંગના કપડાં પહેરેલા છે અને ગુફામાં શિવલિંગની પૂજા કરે છે. ફિલ્મ કલ્કી 2898માં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, અભિનેતા પ્રભાસ અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ટીઝરમાં એક બાળક ‘અશ્વત્થામા’ને પૂછતો સંભળાય છે, ‘શું તમે મરી શકતા નથી? શું તમે દૈવી છો? તમે કોણ છો?’ ટીઝરમાં આગળ, બિગ બી કહે છે, ‘પ્રાચીન સમયથી હું અવતારના આગમનની રાહ જોઈ રહ્યો છું. હું ગુરુ દ્રોણ ‘અશ્વત્થામા’નો પુત્ર છું. આ પહેલા કલ્કી 2898 એડીની ટીમે ફિલ્મના બિગ બીના પાત્રનું પોસ્ટર શેર કર્યું હતું.
શા માટે આ ફિલ્મનું નામ કલકી 2898 AD રાખવામાં આવ્યું ??
તમને આ ફિલ્મનું નામ જોયા બાદ મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ ફિલ્મનું નામ શા માટે કલકી 2998 એડી રાખવામાં આવ્યું?? ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં નાગ અશ્વિને જણાવ્યું કે તેણે ફિલ્મનું નામ ‘કલ્કી 2898 એડી’ કેમ રાખ્યું, તેણે કહ્યું, ‘અમારી ફિલ્મ મહાભારતથી શરૂ થાય છે અને 2898માં પૂરી થાય છે, આ ફિલ્મનું ટાઇટલ છે. તેને ‘કલ્કી 2898 એડી’ કહેવામાં આવે છે. તે 6000 વર્ષ સુધી વિસ્તરે છે, જે સમયની દ્રષ્ટિએ એક વિશાળ અંતર છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, અભિનેતા પ્રભાસ અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે