મહિલાઓની ગરિમા ફરી લજવાઈ !! મહાકુંભમાં સ્નાન કરતી-કપડા બદલતી મહિલાઓના વીડિયો વાયરલ, ટેલિગ્રામમાં તસવીરો વહેંચાઈ
પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મહિલા, પુરુષો અને બાળકો દરરોજ લાખોની સંખ્યામાં મહાકુંભમાં પહોંચે છે. ત્યારે મહાકુંભમાં એક એવી ઘટના સામે આવી છે જેને વાંચીને રૂવાડા ઊભા થઈ જશે. ગંગામાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના ગુપ્ત રીતે રેકોર્ડ કરેલા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા એકાઉન્ટ્સ આને પોર્નોગ્રાફિક સામગ્રી તરીકે રજૂ કરી રહ્યા છે અને કેટલાક પેઇડ ટેલિગ્રામ ચેનલો પર આવા વિડિઓઝ વેચીને પૈસા કમાઈ રહ્યા છે.

આ લેખમાં આપણે એક ખતરનાક ટ્રેન્ડ વિશે વાત કરીશું જેમાં મહાકુંભના નામે, મહિલાઓના સ્નાન કરતા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે શેર કરવામાં આવી રહ્યા છે. તેમને ફક્ત વહેંચવામાં આવી રહ્યા નથી પરંતુ તેમને વેચીને પૈસા પણ કમાઈ રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે મહિલાઓ અને યુવતીઓના સ્નાન કરતાં વિડીયો તેમની આસપાસna જ કોઈ વ્યક્તિ દ્વારા શુટ કરવામાં આવ્યા હશે. કુંભના નામે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ‘#mahakumbh2025’, ‘#gangasnan’, અને ‘#prayagrajkumbh’ જેવા હેશટેગ્સ સાથે આવા જ વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યા છે. ખતરનાક વાત એ છે કે આમાંના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલાઓના સ્નાન કરતા વીડિયોનો ઉપયોગ લોકોને ટેલિગ્રામ ચેનલો તરફ આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે જેમાં અશ્લીલ સામગ્રી હોય છે.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આમાંના ઘણા વીડિયો અને ફોટા જૂના છે. આ ન તો કુંભ સાથે સંબંધિત છે કે ન તો પ્રયાગરાજ સાથે. પરંતુ હજુ પણ આ કુંભના નામે વહેંચવામાં આવી રહ્યા છે.
કેટલાક લોકો એટલા બેશરમ છે કે તેમણે આવા વિડીયોનો યોગ્ય સંગ્રહ બનાવ્યો છે. આવા કેટલાક એકાઉન્ટ્સમાં આવા 50 થી વધુ વીડિયો છે.

ટેલિગ્રામ પર ચાલી રહેલી વાસ્તવિક રમત
ટેલિમેટ્રી ટૂલ મુજબ, ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન, ટેલિગ્રામ પર ” open bathing” શબ્દ શોધનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. ટેલિગ્રામ એ પ્લેટફોર્મ છે જ્યાં કેટલાક લોકો આવા વીડિયો વેચીને નફો કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, અમને બે ટેલિગ્રામ ચેનલો મળી જે ખુલ્લેઆમ આવા વીડિયો વેચી રહી છે. તેઓ કહે છે કે અમને પૈસા આપો અને અમે તમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરીશું જેમાં આવા વીડિયોનો વિશાળ સંગ્રહ છે. આવા કેટલાક જૂથોના નામ છે – “Ganga river open bathing group”, “Hidden bath videos group”, અને “Open bath videos group”.

આમાંના ઘણા વીડિયો અને ફોટામાં, મહિલાઓ ટુવાલમાં લપેટીને કપડાં બદલી રહી છે. તસવીરોમાં, મહિલાઓના ખુલ્લા શરીરના ભાગોને લાલ રંગથી ઢાંકી દેવામાં આવ્યા છે અને તેમને પૈસા ચૂકવવા અને સંપૂર્ણ વિડિઓ જોવા માટે અમારૂ પ્રાઇવેટ ગ્રુપમાં જોડાવાની લાલચ આપવામાં આવી રહી છે.

આ ટેલિગ્રામ ચેનલો પર મહિલાઓના સ્નાન કરવાના વીડિયો ઉપરાંત, હોસ્પિટલોમાં મહિલાઓના ખાનગી ચેકઅપના સીસીટીવી ફૂટેજ પણ શેર કરવામાં આવે છે.