સોનુ ખરીદવું સપનું બની જશે ? આ વર્ષે સોનાનો ભાવ 1.30 લાખ સુધી પહોંચવાની ગોલ્ડમેનની આગાહી
સોનાનો ભાવ કૂદકે-ભૂસકે નવી સપાટીને પાર કરી રહ્યો છે ત્યારે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 1.30 લાખને સ્પર્શી શકે છે તેવી આગાહી ગોલ્ડમેન તરીકે ઓળખાતી બેંકએ કરી છે. તેની ભવિષ્યવાણી મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અને મંદીના લીધે આ વર્ષે સોનુ પ્રતિ ઔંસ 4500 ડોલર એટલે કે 1.30 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ગોલ્ડમેનનાં મત મુજબ, આ વર્ષે ત્રીજો ભાવ વધારો છે, માર્ચની શરૂઆતમાં ગોલ્ડમેનએ વર્ષ 2025 માટે સોનાનો ભાવનો લક્ષ્યાંક વધારીને 3300 ડોલર પ્રતિ ઔંસ કર્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ બેંકના મત મુજબ અમેરિકાને ચીન વચ્ચે વધતી સંઘર્ષની પરિસ્થિતિના કારણે યુએસ અર્થતંત્રમાં મંદીની ચિતા વધે છે જે કારણે મંદીથી બચવા માટે સોનાની માંગ વધી છે.
આ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડ અને એકસચેન્જ ફંડ બંનેમાં સોનાની માંગ મજબૂત રહી છે. હાલના સમયમાં સોનાનો ભાવ 96 હજારની સપાટીને પાર કરી 97,000 નજીક પહોંચી ગયો છે. નવા વર્ષથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 22.57%નો વધારો આવ્યો છે.