મનમોહન સિંહની સમાધિની વાત સાંભળી પ્રણવ મુખર્જીના પુત્રીનું દુખ શા માટે છલકાયું ? શું કહ્યું ? જુઓ
મારા પિતા માટે તો કોંગ્રેસે શોકસભા પણ કરી ન હતી; શર્મિષ્ઠા મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવા માટે કહ્યું હતું. આ મુદ્દે શર્મિષ્ઠાનું દુખ છલકાઈ ગયું હતું.
એક્સ પર એક નિવેદનમાં શર્મિષ્ઠા મુખર્જીએ દાવો કર્યો હતો કે ઓગસ્ટ 2020માં જ્યારે તેમના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિનું અવસાન થયું ત્યારે કોંગ્રેસના નેતાઓએ સિડબલ્યુસીની શોકસભા બોલાવવાની તસ્દી પણ લીધી ન હતી. તેમણે તે સમયે કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

શર્મિષ્ઠાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિઓ માટે આવું થતું નથી. આ દલીલને ‘બકવાસ’ ગણાવતા શર્મિષ્ઠાએ દાવો કર્યો હતો કે તેને તેના પિતાની ડાયરીમાંથી જાણવા મળ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના નિધન પર કોંગી કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશ પ્રણવ મુખર્જીએ પોતે લખ્યો હતો. આમ આ મુદા પર પુત્રીનું દુખ છલકાઈ ગયું હતું અને એમણે દુખ સાથે એ ઘટના યાદ કરી હતી.