ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોનું નામ ચર્ચામાં ? વાંચો
ભાજપના નવા પ્રમુખ અંગે છેલ્લા ઘણા દિવસોથી અટકળો ચાલી રહી છે અને હવે એવી ચર્ચા થઈ રહી છે કે નડ્ડા બાદ મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. એમના નામને લઈને રાજકીય ગલિયારામા જોરદાર ચર્ચા છે. એમને કેબિનેટ મંત્રી બનાવી શકાય છે તેવી પણ ચર્ચા છે. આ ઉપરાંત વિનોદ તાવડેનું નામ પણ લાઇનમાં હોવાનું બહાર આવ્યું છે.
જો કે આ બારામાં સત્તાવાર રીતે હજુ કઈ જાહેર થયું નથી પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસ અને વડાપ્રધાન મોદી વચ્ચે શનિવારે થયેલી મુલાકાતે આ પ્રકારની ચર્ચાઓને વધુ હવા આપી દીધી છે. ભાજપમાં અચાનક નામ જાહેર કરવાની પણ એક પરંપરા રહી છે તેમ માનવામાં આવે છે.
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ માસના અંત સુધીમાં ભાજપને નવા પ્રમુખ મળી જશે. પ્રમુખ પદ માટે પાર્ટીની અંદર ઘણા દિવસોથી કેટલાક નામો અંગે વિચારણા ચાલી રહી છે. આ પૈકીનાં 2 નેતા મહારાષ્ટ્રના છે અને વિચારણામાં એમના નામ શામેલ છે.
ફડણવીસ બાદ મહારાષ્ટ્રના બીજા નેતા વિનોદ તાવડેનું નામ પણ ચર્ચામાં છે. જોકે ભાજપ તરફથી આ નામ વિષે હજુ સુધી કોઈ સંકેત અપાયો નથી પણ તાવડેનું નામ પણ ચર્ચામાં છે. વાસ્તવમાં ફડણવીસ પત્ની અને પુત્રી સાથે વડાપ્રધાન મોદીને મળવા ગયા હતા. ત્યારબાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે કદાચ પાર્ટી હાઇકમાંડ એમને પાર્ટીની ટોપ પોસ્ટ આપી શકે છે.