જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સીમા પરથી કોણ ઝડપાયું ? વાંચો
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેથી જવાનોએ ગુરુવારે પાકિસ્તાનના એક યુવકની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરાઇ હતી. જો કે તેની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ કે હથિયાર મળ્યા નથી. જવાનો 24 કલાક સીમા પર નજર રાખી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોહમ્મદ સાદિક (18) કથિત રીતે સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે દરમિયાન, સતર્ક સૈનિકોએ તેને સરહદ વાડ નજીક નૂરકોટ ગામમાં અટકાવ્યો હતો.
આ વ્યક્તિ પાસે કોઈ સામગ્રી મળી નથી અને તે કયા હેતુથી ભારતમાં પ્રવેશી રહ્યો હતો તે જાણવા તેની પૂછપરછ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ સૂચવે છે કે તેણે અજાણતાં નિયંત્રણ રેખા પાર કરી હતી. આમ છતાં તેને કસ્ટડીમાં જ રાખવામાં આવ્યો છે.
સામાન્ય રીતે શિયાળામાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો વધુ પ્રમાણમાં પ્રયાસ થતો હોય છે અને આ સિઝનમાં ચોંકી પહેરો વધુ સખત કરી દેવામાં આવે છે. આ દરમિયાન જ યુવક ઝડપાઇ ગયો હતો.