કોણે છોડી દીધી કોંગ્રેસ ? વાંચો
કયા નેતાઓના રાજીનામાં પડ્યા ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો ખડકલો સર્જાતો જઇ રહ્યો છે. પ.બંગાળ અને આસામમાંથી કદાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી ગયાહતા. પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. . તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ મામલે માહિતી આપી હતી.
જ્યારે આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. રાણાએ ગત દિવસોમાં આસામના સંગઠન ઈન્ચાર્જ પદેથી પણ રાજીનામું આપ્યું હતું.
બીજી બાજુ આસામમાં કોંગ્રેસમાંથી રાજીનામું મૂકનારા રાણા ગોસ્વામી તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા. બની શકે કે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરીને ભાજપમાં જોડાઈ શકે છે. આ મામલે સીએમ હિમંતા બિશ્વ સરમાએ કહ્યું કે મને આ મામલે જાણકારી નથી પણ તે કોંગ્રેસના એક શક્તિશાળી નેતા છે અને જો તે ભાજપમાં જોડાવા માગે છે તો તેમનું સ્વાગત કરીશ.