કોણે લીક કરી હતી નીજજર હત્યા કેસની વિગતો ?? જાણો કેનેડાના ટોચના અધિકારીઓની શું છે સંડોવણી ??
નિઝર હત્યા કેસ તેમજ કેનેડા શીખ ભાગલાવાદીઓ પરના હુમલામાં ભારતની સંડોવણી અને ગૃહ મંત્રી અમિત શાહ તરફ અંગુલી નિર્દેશ કરતી માહિતી કેનેડાના ટોચના બે અધિકારીઓએ વોશિંગ્ટન પોસ્ટને લીક કરી હતી. કેનેડાની સંસદીય સમિતિ સમક્ષ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસન અને કેનેડાના નેશનલ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ એડવાઈઝર નેથાલય દ્રુંઇને આ કબુલાત આપી હતી.
તેમણે કહ્યું કે એક રણનીતિના ભાગરૂપે કેટલીક નોન ક્લાસીફાઇડ વિગતો વોશિંગ્ટન પોસ્ટને લીક કરવામાં આવી હતી. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી ઘર્ષણના કારણો અંગે અમેરિકાના પ્રસાર માધ્યમોને સાચી માહિતી આપવાના હેતુથી એ માહિતી લીક કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. માહિતી લિક કરવા માટે વડાપ્રધાન જસ્ટિન ટુડોની મનચુરીની જરૂર ન હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો. વોશિંગ્ટન પોસ્ટ ને આપવામાં આવેલી વિગતોમાં એક પણ ક્લાસિફાઇડ માહિતી ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સંસદીય સમિતિની બેઠક સમક્ષ પણ આ અધિકારી તેમજ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે ભારતના એજન્ટો તેમજ કથિત રીતે અમિત શાહના દોરીસંચારનું રટણ ચાલુ રાખ્યું હતું. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે ભારતીય રાજદૂત કચેરીના અધિકારીઓની સંડોવણી અંગે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સત્તાવાર જાહેરાત કરી તેના આગલા દિવસે વોશિંગ્ટન પોસ્ટમાં એ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થઈ ગયો હતો. અહેવાલમાં ગૃહ મંત્રી અમિત શાહ તરફ પણ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો હતો. એ ઘટનાક્રમ અંગે પાર્લામેન્ટરી પેનલે સરકારનો ખુલાસો માંગ્યો હતો જેની સુનવણીમાં આ બંને અધિકારીઓએ પોતે જ માહિતી લીક કરી હોવાની કબુલાત કરી હતી.
સિંગાપુરમાં મળેલી બેઠક અંગે પણ ખુલાસો થયો
વોશિંગ ટાઈમ પોસ્ટે સિંગાપુરમાં કેનેડાના ટોચના અધિકારીઓ અને ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હોવાનો અહેવાલ પ્રગટ કર્યો હતો. એ બાબતે પણ કેનેડાની સંસદીય સમિતિએ ખુલાસો માગ્યો હતો. તેના જવાબમાં નથાલાઈ દ્રુંઇને એ બેઠકમાં તેઓ પોતે ઉપરાંત ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર મોરીસન અને ટોચના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હોવાનું કબૂલ્યું હતું. કેનેડાએ ભારતની સંડોવણી અંગે આપેલા એક પણ પુરાવાને માનવાનો અજિત દોવાલે ઇન્કાર કરી દીધો હોવાનું તેમણે પોતાની જુબાની માં જણાવ્યું હતું
વિપક્ષના નેતાએ છેલ્લી મિનિટે દિવાળીની ઉજવણી રદ કરી
કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોડ દાહેરતીના યજમાન પદ હેઠળ ધી ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કેનેડા (OFIC) દ્વારા પાર્લામેન્ટ હિલ ખાતે તારીખ 30 ના રોજ યોજાયેલ દિવાળી ઉજવણીનો કાર્યક્રમ વિપક્ષના નેતા પીએરે પોઈલીવરે રદ કરતા
ભારતીય સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ હતી.
આ કાર્યક્રમ રદ કરવા અંગે કોઈ કારણ પણ નહોતું આપવામાં આવ્યું. આ અંગે (OFIC) ના પ્રમુખ શિવ ભાસ્કરે પીએરે પોઇલિવરેની ઝાટકણી કાઢી ને તેઓ રાજકીય દબાણ સામે ઝુકી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. દિવાળીની ઉજવણી રદ કરવાના નિર્ણયને તેમણે કાયરતાભર્યું કૃત્ય જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી મતભેદોનો ભોગ ભારતીય મૂળ ધરાવતા કેનેડિયન નાગરિકો બની રહ્યા છે તે આઘાતજનક છે. કેનેડામાં વંશીય ભેદભાવ વધતો જતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે કેનેડામાં દર વર્ષે દિવાળીની ઉજવણી કરવાની પરંપરા હતી. ગત દિવાળી એ યોજાયેલા કાર્યક્રમમાં પીએરે પોઇલીવર અને કેનેડા ખાતેના ભારતના તત્કાલીન એમ્બેસેડર સંજય કુમાર વર્મા સહિતના મહાનુભાવોએ તેમાં ભાગ લઈ સંબોધન કર્યા હતા. તે કાર્યક્રમમાં 540 મહેમાનો ઉપસ્થિત હતા.
વિપક્ષે બ્લોકે મોરચો માંડતા ટુડે ના દિવસો ભરાઈ ગયા
કેનેડાના રાષ્ટ્રવાદી સાંસદોના સંગઠન બ્લોક ક્યુબેકોઈસે જસ્ટ ટુડોની લઘુમતી સરકાર સામે ગંભીર ખતરો ઉભો કર્યો છે. કેનેડાના વરિસ નાગરિકો માટેની યોજનાઓમાં વધારો કરવાની તેમની માંગણી ન સ્વીકારાયા બાદ એ બ્લોકના સાંસદોએ વહેલી ચૂંટણી યોજવાની માગણી કરી છે. નોંધનીય છે કે 338 બેઠકોની સંસદમાં ટુડોની લિબ્રેલ પાર્ટી માત્ર 153 સાંસદો ધરાવે છે. અત્યાર સુધી કન્ઝર્વેટીવ અને ન્યુડેમોટ્રેટિક પાર્ટીના સમર્થનને કારણે આ લઘુમતી સરકાર મહત્વના ઠરાવો પસાર કરવામાં સફળ રહી હતી. આ અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટી એ વહેલી ચૂંટણી માટે કરેલી દરખાસ્ત પર થયેલા મતદાન સમયે બે વખત
કવુબેક બ્લોક અને ન્યુ ડેમોક્રેટિક પાર્ટી એ એ સમર્થન આપતા ટુડો વિશ્વાસ નો મત મેળવવામાં સફળ રહ્યા હતા. વહેલી ચૂંટણી યોજવાની કન્ઝર્વેટીવ પાર્ટીની માંગણી તો ઉભી જ છે હવે તેમાં કવુંબેક પણ સહભાગી થતાં જસ્ટિન ટુડો સામે ગંભીર રાજકીય પડકાર સર્જાયો છે.