યુપીમાં બસ કંડકટર પર હુમલો કરનાર યુવક કોણ છે ? તપાસમાં શું થયો ધડાકો ? જુઓ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સિટી બસના કંડક્ટર હરિકેશ વિશ્વકર્મા પર જીવલેણ હુમલા મામલેની તપાસ કરી રહેલી એટીએસની ટીમે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અધિકારિઓનું કહેવું છે કે, આરોપી લારેબ હાશમીએ બસ કંડક્ટર પર લોન વુલ્ફ એટેક કર્યો હતો. લારેબ હાશમી બીટેકનો વિદ્યાર્થી છે. તેને 14 દિવસ માટે જેલ હવાલે કરાયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તે પાકિસ્તાનના કટ્ટરપંથી મોલવીનું ભાષણ 8 માસથી સાંભળી રહ્યો હતો. તેના ઘરની તલાશી પણ લેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લોન વુલ્ફ એટેકની ટ્રેનિંગ આતંકી સંગઠન પ્રશિક્ષણ દરમિયાન આતંકવાદીઓને આપવામાં આવે છે. તેમાં હુમલાખોર ભીડ-ભાડ વાળા વિસ્તારમાં માર્કેટ જેવી જગ્યાએ એકલો જ ઘૂસી જાય છે અને હુમલો કરી દે છે. શું લારેબને લોન વુલ્ફ એટેકની ટ્રેનિંગ આપવામાં આવી છે કે, પછી તે સેલ્ફ રેડિક્લાઈઝ્ડ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, લારેબનો કંડક્ટર પર હુમલો જૂની ટિકિટના પૈસાનો વિવાદ નહોતો પરંતુ લારેબ કટ્ટરપંથી અને જેહાદના માર્ગે હતો. લારેબે ટ્રેન્ડ આતંકવાદીની જેમ આ લોન વુલ્ફ એટેકને અંજામ આપ્યો. લારેબની ઈન્ટરનેટ હિસ્ટ્રી પરથી સ્પષ્ટ થાય છે કે, તે પાકિસ્તાની મૌલવી રિઝવી, કટ્ટરપંથીઓના ભાષણો, જેહાદ સંબંધિત આર્ટિકલ, તાલિબાનના નરસંહાર કરતા વીડિયો, ઈઝરાયેલ-પેલેસ્ટાઈનને લગતા વીડિયો સતત સર્ચ કરીને જોતો હતો.