હરિયાણામાં હાર માટે જવાબદાર કોણ ? કુમારી શૈલજાએ સવાલો ઊભા કર્યા
કોંગ્રેસમાં પરિણામો બાદ અંદરોઅંદર લાગી : હુદા પર નિશાન તાક્યું
હરિયાણામાં ચુંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે અને એમના તમામ પ્લાન ફેલ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ નેતા કુમારી સેલજાએ કોંગ્રેસની હાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પરસ્પર તાલમેલ જાળવવામાં આવ્યો નથી.બધું સારું હોવા છતાં, કાર્યકરોની મહેનત વ્યર્થ ગઈ છે. હાર માટે જવાબદાર કોણ?
આમ હાર બાદ કોંગ્રેસની અંદર તરત જ એકબીજા પર હારના ટોપલા નાખવાની કવાયત શરૂ થઈ ગઈ હતી. શૈલજાએ નામ લીધા વિના હુદા પર નિશાન તાકી લીધું હતું.
કોંગ્રેસના ‘ખેડૂતો, જવાનો અને કુસ્તીબાજો’ના ચૂંટણી મુદ્દે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, મુદ્દો એ હતો કે અમે (ભાજપ) ખેડૂતો, જવાનો અને કુસ્તીબાજો માટે જે કંઈ કર્યું છે તે કોંગ્રેસે કર્યું નથી. અને જનતા આ જાણે છે. તેઓ ભલે ગમે તે વિશે વાત કરે, પરંતુ જનતાને માત્ર યોગ્ય વસ્તુ જ ગમશે… જનતાએ અમારા કામ અને પીએમ મોદીની નીતિઓને મંજૂરી આપી છે. હું આનો શ્રેય જનતા અને ભાજપના કાર્યકરોને આપું છું.