દારૂ કાંડમાં ફરી આપના કયા નેતાને મળ્યા જામીન ? વાંચો
દિલ્હી દારૂનીતિ કાંડમાં ભ્રષ્ટાચાર અંગેના કેસમાં 2 વર્ષથી જેલવાસ ભોગવતા આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરને સોમવારે સુપ્રીમ કોર્ટથી રાહત મળી હતી અને અદાલતે તેના જામીન મંજૂર કર્યા હતા. મનીષ સિસોદિયા અને કે. કવિતા બાદ નાયરને પણ જેલમુક્તિ મળી છે.
વિજય નાયર આપના પૂર્વ સંચાર પ્રભારી છે. અદાલતે જામીન મંજૂર રાખતી વખતે ફરી એમ ઠરાવ્યું હતું કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. કેસ ચાલે તે પહેલા જેલમાં પૂરી રાખવા કે સજા આપવી ન્યાય નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટે નાયર અને અન્ય આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઇ હતી. સોમવારે તેના પર સુનાવણી પૂરી થયા બાદ જામીન મંજૂર રખાયા હતા.