રાજકોટના હીરાસર એરપોર્ટની સલામતીમાં ક્યાં કચાશ ? દીપડો નીકળ્યા બાદ એરપોર્ટ અને ફોરેસ્ટ તંત્ર દોડતા થયા
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગઈકાલે મધ્યરાત્રી બાદ ઘૂસી આવેલા દીપડાએ હાલ તો એરપોર્ટ ઓથોરિટી, સીઆઈએસએફ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દોડતા કરી દીધા છે. ભલે દીપડાએ લટાર મારી પર જો ક્યારેક એરપોર્ટમાં પબ્લિક એરિયા સુધી આવી ચડે તો શું ? સલામતીમાં ક્યાં શું ખામી ? શું ફેરબદલની જરૂર સહિતનો ભવિષ્યની તકેદારી માટેનો રિપોર્ટ તૈયાર કરીને વનવિભાગ એરપોર્ટ ઓથોરિટીને આપશે.
દિપડો એરપોર્ટમાં આવી ચડ્યા સંદર્ભે એરપોર્ટની અંદર પણ એકબીજા વિભાગ એકબીજા પર ખો આપતા હોય અથવા તો ‘ઘર કી બાત ઘરમે’ બહાર ન આવે તે મુજબ વાત દબાવી દેવાના પ્રયાસો થયા હોય તે મુજબ દીપડો આવ્યા બાબતે મગનું નામ મરી પાડવા કોઈ તૈયાર ન હતું. એરપોર્ટના જવાબદારોમાંથી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સુરેન્દ્રનગર રેન્જના આરએફઓ એન.પી. રોજાસરા તેમની ટીમને લઈને પહોંચ્યા હતા. ગઈકાલે દિવસ દરમિયાન દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા. આજે ફરી સવારથી જ વનવિભાગની
ટીમ વધારાના પાંજરા અને જરૂરી બચાવ સાધનો સાથે હીરાસર એરપોર્ટ પહોંચી હતી. આરએફઓ રોજાસરાના જણાવ્યા મુજબ આજે દોઢ કિલોમીટર જેવી લાંબી ટનલ પણ જીવના જોખમે ચેક કરાઈ હતી. અ ઉપરાંત આસપાસના પાંચ કિલોમીટરથી વ એરિયામાં સર્ચ ઓપરેશન કરાયું હતું.
દીપડો જે રીતે એરપોર્ટની અંદર આવ ગયો તે બાબત અને સલામતીની દ્રષ્ટિર ગંભીર કહી શકાય માટે હવે ફોરેસ્ટ વિભાગન ટીમ દ્વારા દીપડાના અંદર સુધીના આવવાન કારણો શું ? દિવાલોની હાઈટ તેમ ક્યાંક ક્યાંક દિવાલો છે નહીં કે છીંડા તેનો સર્વે કરાશે.
વનવિભાગ દ્વારા અંદર કે એરપોર્ટ બાઉન કે નજીક એરિયામાં આવા વન્યપ્રાણીઓ પહોંચી શકે તે માટે શું શું ફેરફાર કરવા જોઈએ તે બાબતનો વિસ્તૃત અહેવાલ તૈયા કરીને એરપોર્ટ ઓથોરિટીને સોંપાશે. આ સર્ચ ઓપરેશનમાં ટીમના એમ.કે. ડાભી વી.એમ. બાપોદરા, આર.આર. બારૈય સહિતનો સ્ટાફ જોડાયો હોવાનું રોજાસરાર વાતમાં જણાવ્યું હતું.
જો ફ્લાઈટ સમયે જ આવી ચઢે તો કેવી અવદશા થાય ?
મંગળવારની રાત્રીના દીપડો હીરાસર એરપોર્ટની અંદર ઘૂસી આવ્યો હતો. મધ્યરાત્રીનો સમય હતો એટલે ન્હોતી તો કોઈ ફ્લાઈટનું ઉતરાણ કે ઉડાન પેસેન્જર્સ કે કોઈ સ્ટાફ પણ ન્હોતા. માત્ર સીઆઈએસએફની ટીમ પેટ્રોલિંગમાં હતી જેથી નાસભાગની કે આવી કોઈ ઘટના બની નથી પરંતુ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દીપડો ઘૂસી આવ્યો હોવાથી ફફડાટ તો અવશ્ય ફેલાયેલો હશે. જો ફફ્લાઈટ્સ એરપોર્ટના પીકઅવર્સમાં જ દીપડો આવી ચડ્યો કે ચડે તો જેવી અવદશા થાય તેવું પણ એરપોર્ટમાં ગુંજી રહ્યું હશે.