ખેડૂતોએ ક્યાં જવા માટે કૂચ કરી ? સીમા પર શું થયું ? જુઓ
પોતાની માંગણીઓને લઈને યુપીના ખેડૂતોની સોમવારે દિલ્હી તરફની કૂચને જોતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી. . સંસદના સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ખેડૂતોએ નોઇડાથી દિલ્હીની કૂચ શરૂ કરી હતી અને તેમને પોલીસે રોકી દીધા હતા. ખેડૂતોની કૂચને લીધે 5 હજાર પોલીસ સાથે સીમા છાવણીમાં ફેરવાઇ હતી. લાંબો જામ લાગી ગયો હતો. ખેડૂતોએ સંસદનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. બપોર બાદ કૂચને બ્રેક મારી દીધી હતી.
ત્યારબાદ ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર ધરણાં પર બેસી ગયા હતા. એક વાર પોલીસની બેરિકેડ તોડીને આગળ વધી ગયા હતા. ત્યારબાદ નેતાઓએ કૂચ રોકી દીધી હતી અને રાજ્ય સરકાર સાથે વાતચીત કરવાની જાહેરાત કરી હતી. જો વાત નિષ્ફળ રહેશે તો ફરી કૂચ શરૂ કરવામાં આવશે. ચિલ્લી બોર્ડરથી ખેડૂતો દિલ્હીમાં ગુસઈને સંસદને ઘેરાવ કરવા માંગે છે.
ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વધ્યા
દલિત પ્રેરણા સ્થળ પર એકઠા થયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને આગળ વધતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. રોષે ભરાયેલા દેખાવકારોએ દલિત પ્રેરણા સ્થળ પર લગાવેલા પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.
ખેડૂતોની કૂચ પર રાકેશ ટિકૈતનું નિવેદન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અલીગઢમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ખેડૂતોને મહામાયા ફ્લાયઓવર પાસે રોકવામાં આવ્યા છે. ખેડૂતો દિલ્હી પહોંચવા માંગે છે કારણ કે તેમની સમસ્યાનું સમાધાન અહીંથી આવવું પડે છે. પોલીસ તેમને રોકવા માંગે છે જ્યારે ખેડૂતો દિલ્હી તરફ જવા માંગે છે.
3 કિમી સુધીનો જામ લાગ્યો
સોમવારે ખેડૂતોએ કૂચ શરૂ કરી હતી અને નોઇડાથી દિલ્હી જવામાં ભારે તકલીફ પડી હતી પરિણામે 3 કિમી સુધી જામ લાગી ગયો હતો અને વાહનવ્યવહાર માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. ખેડૂતો હવે દલિત પ્રેરણા સ્થળ પર જ વિરોધ પ્રદર્શન કરવા માટે રાજી થયા હતા અને નોઇડાનો રસ્તો ખોલી નાખ્યો હતો.