કોલકાતા રેપ વીથ મર્ડર કેસની ઘટનામાં પીડિતાના પીએમ રિપોર્ટમાં શું આવ્યું સામે ? જુઓ
- પીડિતાના શરીર પર ઇજાના 14 નિશાન ; દુષ્કર્મની પુષ્ટિ
- કોલકત્તાની ઘટનાનો પીએમ રિપોર્ટ આવ્યો : અત્યંત ક્રૂર રીતે હત્યા કરાઇ
કોલકત્તાની આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો હતો જેમાં ચોંકાવનારી હકીકતો ખૂલી છે. . રિપોર્ટમાં પીડિતા સાથે થયેલી ઘટનાઓ અને તેણીની ઇજાઓનું સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે. પીડિતાના શરીર પર ઇજાના 14 નિશાન મળ્યા છે. દુષ્કર્મની પણ પુષ્ટિ થઈ છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે પીડિતાના શરીરના ઉપરના કે નીચેના ભાગમાં કોઈ કપડા નહોતા. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીમાં ભળેલું પ્રવાહી વહેતું હતું, જે બળાત્કારની પુષ્ટિ કરે છે.
શરીર પર કેટલા ઘા?
પીડિતાના ડાબા હાથ, ખભા, ઘૂંટણની પાછળ અને પગની ઘૂંટી પર સ્ક્રેચના નિશાન હતા. યોનિમાર્ગની નજીક ગંભીર ઇજાઓ પણ હતી, જેમાં હાઇમેનનો સંપૂર્ણ ફાટી જવાનો સમાવેશ થાય છે. આ ભાગમાંથી લોહી પણ વહી રહ્યું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે મહિલા પર બળાત્કાર થયો હતો.
આંખોમાં લોહીના ફોલ્લીઓ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પીડિતાની આંખોમાં લોહીના ડાઘા હતા. બંને આંખોની પુતળીઓ પહોળી અને સ્થિર હતી. તેણીની આંગળીઓની ટીપ્સ અને નખની નીચે વાદળી હતી, જે દર્શાવે છે કે તેણી અત્યંત પીડામાં હતી અને તે પછી મૃત્યુ પામી હતી. રિપોર્ટમાં મૃત્યુનું કારણ અકુદરતી મૃત્યુ ગણાવાયું છે.
હડતાલ સાતમા દિવસે પણ ચાલુ છે
દિલ્હીમાં સાતમા દિવસે પણ ડોક્ટરો હડતાળ પર રહ્યા, જેના કારણે ઓપીડી અને નોન-ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત થઈ છે. દેખાવો સોમવારે સાંજે શરૂ થયા હતા, જે શરૂઆતમાં કોલેજ કેમ્પસમાં થઈ રહ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં તેઓ શેરીઓમાં પણ થવા લાગ્યા. રવિવારે સાંજે કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી છે.